Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સાવરકુંડલાના વિજપડીનાં સસ્પેન્ડ થયેલા સરપંચ પદે પુનઃ નિયુકત

વિજપડી તા. ૩ :.. સાવરકુંડલાના વિજપડી ગ્રામ પંચાયતનાં સસ્પેન્ડ થયેલા સરપંચ આસુબેન ખોખરની સરપંચપદે પુનઃ નિયુકિત જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે કરતાં ચાહકોમાં આનંદની લાગણી પ્રસરેલ છે, તેમજ પેટચૂંટણી આવવાનાં ઇન્તઝાારમાં થનગનતા ઉમેદવારો તથા તેનાં સમર્થકોમાં સોંપો પડી જતા 'કહી ખુશી કહી ગમ' નો માહોલ છે.

તા. ર૮-૮-૧૯ નાં રોજ સસ્પેન્ડ થયેલા સરપંચે ૩૦ દિવસની સમય મર્યાદામાં અપીલ પણ કરી ન હતી. પરંતુ સાત માસ બાદ વિજપડીનાં પૂર્વ સરપંચ યાકુબ રસભર્યાએ આસુબેન ખોખર નિર્દોષ છે, માત્રને માત્ર પદભ્રષ્ટ કરવા માટે જ ખુનની કોશિષ જેવા ગંભીર ગુન્હામાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હતાં.

જેથી ૬૪ વર્ષીય વૃધ્ધાને ર૦ દિવસ જેઇલમાં રહેવું પડયું હતું.

પરંતુ આધાર પુરાવા સાથે કરતાં ડીડીઓ શ્રી અમરેલીએ સરપંચની નિર્દોષતાનાં પુરાવા જોઇને સરપંચપદે ફરી નિમણુંક કરતાં આનંદની લાગણી પ્રસરેલ છે, સ્મશાનનાં  વિકાસ -વિરોધીઓમાં પણ સોંપો પડી ગયેલ છે.

(11:26 am IST)