Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પોલીસ અને મેડિકલ સ્ટાફ માટે કોરોન્ટાઇન અને શંકાસ્પદ વ્યકિતને પકડવા અલંગમાં મળતી થર્મલ કીટ આર્શીવાદ રૂપ

ભાવનગર, તા.૩: કોરોનાનો ચેપ એવોછેકેઙ્ગ કોરોના ગ્રસ્ત વ્યકિતના સંપર્કમાં આવવાથીઙ્ગ આરોગ્ય કથલવાનું જોખમ વધી જાય છે.તેની સામે એવા કિસાઓ પ્રકાશ માં આવી રહ્યા છેકે અમુક લોકો કોરોન્ટાઈન જાહેર કરાયેલા હોઈ તેમ છતાંય ઘરમાં રહવાના બદલે બજાર કે રસ્તા પર નીકળી જાય છે.

એ  ઉપરાંત કોરોનાની સારવાર લઈ રહેલા પીડિતો હોસ્પિટલમાથી બહાર નીકળો જાય છે.ભાગી પણ જાય છે.આવા સમયેના છૂટકે પોલીસ અને મેડિકલ સ્ટાફને આ જીવતા કોરોના બોમ્બ સમાં તત્વોને પકડવા જવું પડેછે. જેથી તે.લોકોના જીવનું પણ જોખમ રહે છે.

પરંતુ અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જહાજ માંથી જેમ પીપીઈ કીટ નીકળે છે તેમ થર્મલ કીટ પણ નીકળે છે.ખડાઓમાં વેચાય છે.નકામી ધૂળ ખાતી જોવા મળેછે.આ કીટની હાલ ખાસ કરીને પોલીસ અને મેડિકલ સ્ટાફ માટે આશીર્વાદ રુપ છે.

તળાજાની સરકારી રેફરલ હોસ્પિટલના સુપ્રીટેડન્ટ ડો.સાકીયા એ જણાવ્યું હતુંકે, ઇમરજન્સી માં શંકાસ્પદ કે કોરોના ગ્રસ્ત વ્યકિત ને પકડવા માટે થર્મલ કીટ વાપરી શકાય છે.એક ઈસમ ને પકડ્યા પછી સેનેટાઇઝર થી ખાસ હાથ ના મોજ સાફ કરવા પડે. પછીજ બીજાને પકડી શકાય.કામ પૂર્ણ થયા બાદ સેનેટાઇઝર કરી કીટ ગ્લોઝ સહિતની વસ્તુઓનો નાશ કરવો અતિ આવશ્યક પણ છે.

અલંગ યાર્ડના વેપારી હેમરાજસિંહ વાળા,સેફટી સુપરવાઇઝર યશરાજસિંહ વાળા દ્વારા દ્વારા આજે તળાજા પોલિસને થર્મલ અને પીપીઈ કીટ,હેન્ડ ગ્લોઝ અને માસ્ક આપેલ હતા.કારણકે આમ.જનતાથી જીવતા કોરોના બોમ્બ ને બચાવવા માટે લોકો પોલીસ ને ફોન કરી રહ્યા છે.મેડીકલ ટિમ પણ પોલીસ ની મદદ જ લેવાંની છે ત્યારે પોલીસ ની ભૂમિકા મહત્વ હોય તે માટે બન્ને કીટ સહિત કોરોનાના વાયરસથી બચવા માટે.કીટ પહોંચાડી પોલીસ પ્રત્યે માનવીય ફરજ અદા કરી હતી.

(11:19 am IST)