Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમરેલી જીલ્લામાં વાવાઝોડા પહેલા વરસાદથી વિજ વાયરો તૂટયાઃ શાળાનો મૂખ્ય દરવાજો જમીનદોસ્ત

અમરેલીઃ તસ્વીરમાં વૃક્ષો ધરાશાયી થયા તે નજરે પડે છે. (તસ્વીરઃ અરવિંદ નિર્મળ -અમરેલી)

 અમરેલી તા. રઃ વાવાઝોડા પગરણ થાય તે પહેલા તેની અસરના ભાગરૂપે અરબી સમુદ્રને અડીને આવેલા અમરેલી જિલ્લામાં પવન સાથે ખાબકેલા વરસાદથી ધારી અને બગસરામાં વૃક્ષો ધરાશાયી થયાછે આંબરડીમાં કેરીના પાકનો સોથ બોલ્યો છે. અને ધારીમાં અમુક જગ્યાએ વાવણી થઇ શકે તેવો વરસાદ પડતા આજે અગીયારસ હોય મેઘરાજાએ અગીયારસના શુકન સાચવ્યા છે.

ધારી પંથકનાં ખીચા, દેવળા અને આંબરડીમાં ધોધમાર વરસાદ પડયો હતો આંબરડી આસપાસ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ થડયો હતો જેના કારણે જેણે કેરી નથી ઉતારી તેના બગીચાને નુકશાન થયું છે જયારે ધારીમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે તુલસીશ્યામ રોડ ઉપર રેલ્વે ફાટક પછી પાંચ જેટલા વૃક્ષો ભારે પવનને કારણે જમીનદોસ્ત થઇ ગયા હતા અમરેલી ડીઝાસ્ટર વિભાગના મામલતદાર બીરજુ પંડયાએ જણાવ્યું હતું. કે ધારીમાં ૧૩ એમ.એમ. વરસાદ પડયો છે.

બગસરામાં સમી સાંજે બગસરાના નટવરનગરમાં પવન સાથે વરસાદ ખાબકયો હતો વરસાદ તો ઓછો હતો પરંતુ ભારે પવનને કારણે ૭ થી ૮ વૃક્ષો જમીન દોસ્ત થઇ જતા વિજય વાયરો તુટી ગયા હતા જેના કારણે વિજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો અને હુડકો વિસ્તારની શાળા નં.૪ મુખ્ય દરવાજો પણ જમીન દોસ્ત થયો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ છે.

લીલીયામાં સંભવિત વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં છેલ્લા ૩-૪ દિવસથી વાતાવરણ બદલાતા બફારાનું પ્રમાણ વધ્યું છે. બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાતા આ સાંજે ૬-૩૦ કલાકે લીલીયા પંથકમાં ગાજવીજ અને પવનની વાજડી સાથે અડધા થી પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ચલાલામાંંૈૈ રોડ ભીના થાય તેવો વરસાદ પડયો હતો અને લાઠી, દામનગર, અમરેલીમાં અમી છાંટણા થયા હતા. અમરેલી પ્રતાપપરામાં તથા વરૂડી, વેણીવદર, આંકડીયાની સીમ તરફ જરમર વરસાદ પડયો હતો અને અમરેલી શહેરમાં સાંજે રોડ ભીના કરી દેતુ ઝાપટુ પડયું હતું.

કયાં કયાં ગામોને એલર્ટ કરાયાં ?

વાવાઝોડાની ચેતવણીના પગલે જાફરાબાદ શિયાળબેટ, ભાકોદર, વારા સ્વરૂપ, બાબરકોટ, વાંઢ, મીતીયાળા, વઢેરા, બલાણા, રોહીસા, કડીયાળી, ધારાબંદર, રાજુલાના ચાંચ, ખેરા, પટવા, દાંતરડી, સમઢીયાળા-૧, કથીવદર, વિસળીયા, વીકટર, નીંગાળા-૧, પીપાવાવ, ભેરાઇ, રામપર-ર, વડ, વચાદર, ઉચૈયા, ધારાનોનેસ, ખાખબાઇ, હિંડોરણા, ચોતરા, છતડીયાને એલર્ટ કરાયા છે.

તાલુકા મથકોએ કંટ્રોલ રૂમ કાર્યરત

રાજુલા સંભવિત વાવાઝોડા કે પુર અંગે તાલુકા કંટ્રોલ રૂમ નં. ૦ર૭૯૪ રરર૦૩૯ તથા જાફરાબાદ તાલુકામાં ૦ર૭૯૪ ર૪પ૪૩૬ કાર્યરત કરાયાં છે.

સ્થાનિક કર્મચારીઓને હેડ કવાર્ટરમાં રહેવા હુકમ

તલાટી કમ મંત્રી સહિતના કર્મચારીઓને હેડ કવાર્ટરમાંૈ હાજર રહેવા અને તરવૈયાઓની માહિતી તૈયાર  રાખવા આદેશ કરાયાં છે.

(2:36 pm IST)