Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પોરબંદર : ર સ્થળે ગેરકાયદે ખનીજ ખોદકામમાં વપરાયેલ મશીન સહિત ૧,૪ર કરોડનો મુદામાલ જપ્ત

પોરબંદર તા. ર : બળેજ અને કુતિયાણાના ધ્રુવાડામાં બન્ને સ્થળોએ ખાલી ખનીજ ખાતા દ્વારા દરોડામાં ગેરકાયદે ખનીજ ખોદ કામમાં વપરાયેલ ટ્રક હિટાચી મશીન પથ્થર કટીંગના મશીન સહિત કુલ ૧,૪ર કરોડના મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.ખાણ ખનિજ કચેરી પોરબંદર તથા ડી.આઇ.એલ.આર. કચેરી પોરબંદર દ્વારા જાન્યુઆરીમાં ત્રણે લીઝોમાં તપાસ/માપણીની કામગીરી હાથ ધરવામાં આવેલ. ડીઆઇએલઆર કચેરીની માપણી સીટને આધારે ખાણ ખનિજ કચેરી દ્વારા ત્રણે લીઝ ધારકોને નોટીશ પાઠવી તેમના લીઝના વર્ચ્યુઅલ એકાન્ટ લોક કરવામાં આવેલ જેમાં ૧. ભરતભાઇ અરજનભાઇ ડાંગર -રૂ.પ.ર૯ લાખ, ર. રામભાઇ એભાભાઇ ઉલ્વા રૂ.ર.૪૬ કરોડ, ૩. દેવરાજભાઇ કાનાભાઇ ગોસીયા રૂ.૭પ.પ૪ લાખનો સમાવેશ થાય છે.  ત્યાર બાદ રોજ કલેકટર પોરબંદરને સદરહું ત્રણે લીઝોમાં વર્ચ્યુઅલ એકાઉન્ટ લોક હોવા છતા ખાણકામ ચાલુ હોવાની માહિતી મળતા, પોતે લીઝ વાળી જગ્યા પર તપાસ માટે ગેલ તથા ખાણ ખનિજ કચેરી તેમજ ડીઆઇએલઆર કચેરીના સ્ટાફને સદર જગ્યા પર બોલાવી બિન-અધિકૃત ખાણકામ કરતા લીઝધારકો વિરૂદ્ધમાં કાર્યવાહી કરવા આદેશ આપેલ. સ્થાનિકેથી નીચે મુજબની મીલ્કત જપ્ત કરવામાં આવેલ. (૧) એક હ્યુન્ડાઇ હિટાચી મશીન-અંદાજીત કિંમત રૂ. રપ લાખ (ર) અગીયાર (૧૧) ચકરડી મશીન, એક પડદી કટીંગ મશીન-અંદાજીત કિંમત રૂ.૧૧ લાખ (૩) બે(ર) ટ્રક-અંદાજીત કિંમત રૂ. ૧૧ લાખ, મળી રૂ. ૪૭ લાખનો મુદામાલ જપ્ત કરી માધવપુર પીએસઆઇશ્રીને કબ્જો સોંપવામાં આવેલ. તેમજ માપણી અંગેની આગળની કાર્યવાહી ચાલુમાં છે જે બાદ કેટલા રૂપિયાની ખનિજ ચોરી ગયેલ છે તેનો ખ્યાલ આવશે.તે ઉપરાંત માલતદારશ્રી પોરબંદર (શહેર) દ્વારા બળેજ ખાતેથી અન્ય ત્રણ નીચે મુજબની ખાણોની મુલાકાત લેવામાં આવેલ. જેમાં (૧) ચનાભાઇ લીલાભાઇ કારવદરા (ર) રાજાભાઇ દેવાભાઇ કડછા, (૩) મનોજભાઇ સીદીભાઇ કુવાડીયા,  સ્થાનિકે ખાણ ખનિજ ખાતાની ટીમને બોલાવી આગળની કાર્યવાહી કરવા જણાવેલ જે સબબ ખાણ અને ખનિજ ખાતાની ટીમ દ્વારા સ્થાનિકે લીઝ વિસ્તારમાં મશીનરીને સીઝ કરી માધવપુર પીએસઆઇશ્રીને કબ્જો સોપવામાં આવેલ. (૧) અગીાયર (૧૧) ચકરડી મશીન , એક પડદી કટીંગ મશીન-અંદાજી કિંમત રૂ. ૧૧ લાખ (ર) દશ (૧૦) ટ્રક, બે ટ્રક ભરેલા, આઠ ખાલી-અંદાજીત કિંમત રૂ. પ૦થી ૬૦ લાખ (૩) એક (૧) જે.સી.બી. મશીન અંદાજીત કિંમત રૂ.૧૦ લાખ એમ મળી આશરે રૂ. ૭૦ લાખ જેટલો મુદામાલ જપ્ત કરી માધવપુર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. તેમજ લીઝોની માપણી અંગેની કાર્યવાહી ચાલુમાં છે જે બાદ કેટલા રૂપિયાની ખનિજ ચોરી થયેલ છે તેનો ખ્યાલ આવશે.

બળેજ ખાતેથી જપ્ત કરેલ આશરે રૂ.૧.૧૭ કરોડનો મુદામાલ માધવપુર પોલીસ સ્ટેશન ખાતે માધવપુર પીએસઆઇશ્રીના કબ્જામાં સોપવામાં આવેલ છે તેમજ ધુવાડા, ખાતેથી કબ્જે કરેલ રૂ. રપ લાખનો મુદામાલ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે કુતિયાણા પીએસઆઇશ્રીના કબ્જામાં રાખવામાં આવેલ છે. કુલ મળી રૂ.૧.૪ર કરોડ જેવો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. 

(12:46 pm IST)