Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ભાવનગર જિલ્લામાં કોરોનાનો કહેર : એક પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ : કુલ કેસની સંખ્યા 125

અમદાવાદના બોપલનો વ્યક્તિ વતન સિહોરના જીથરી આવ્યો હતો

ભાવનગર જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. આજે એક પરિવારના ત્રણ સભ્યોનો કોરોના પોઝિટિવ આવતા સગા સબંધીઓ ચિંતામાં મુકાયા છે. પોઝિટિવ દર્દી મૂળ અમદાવાદ બોપલ વિસ્તારમાં વસવાટ કરતો હતો તેમના વતન સિહોરના જીથરી ગામે આવ્યો અને વધુ ત્રણ લોકોને સંક્રમિત થવાનો વારો આવ્યો હતો.

ત્યાં તેમની અમદાવાદમાં તેમના સંબંધીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોતાના વતન ગયો હતો. ત્યાં માતા, પિતા અને પુત્રનો પોઝિટિવ આવતા હાલ તમામને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 125 પર પહોંચી ચુક્યો છે.

(1:02 pm IST)