Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ધોરાજી ડેપોના ૨૦ જેટલા એસ.ટી રૂટ પ્રાથમિક ધોરણે શરૂ કરાયા

અધિકારી વનરાજસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન લોકડાઉનનું પાલન કરાશે

ધોરાજી એસ.ટી. ડેપોમાં બસ સેવા ચાલુ કરાય :  ધોરાજી કોરોનાના કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયેલ હતું અને લોકડાઉનમાં છુટછાટ મળતા લોકોને બહારગામ જવા આવવા માટેની છુટછાટ અપાતા અને સરકાર દ્વારા એસ.ટી. ચાલુ કરતા ધોરાજી એસ.ટી. ડેપોમાં ડેપો મેનેજર આર.જી. ઠુંમરની દેખરેખમાં લોકડિસ્ટન જળવાય અને લોકોને તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા કરી ધોરાજી એસ.ટી. ડેપો દ્વારા ૧૪ રૂટોમાં એસ.ટી. બસ સેવા ચાલુ કરેલ છે અને પેસેન્જરો પણ આવવા લાગ્યા છે.

ધોરાજી ,તા.૨: ધોરાજી એસટી ડેપોના અધિકારી વનરાજસિંહ જાડેજા સહિત કર્મચારીઓ દ્વારા લોકડાઉનમાં રાજય સરકારે બસ સેવા કાર્યરત કરવા આદેશ આપતા ધોરાજી ડેપોના ૨૦ જેટલા રૂટ પ્રાથમિક ધોરણે શરૂ કરવામાંઆવેલ છે.

અમરેલી, ભાવનગર, મહુવા, જૂનાગઢ સહિત રૂટ શરૂ થતાં મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે. હાલ મુસાફરોને થર્મલ ગન થી ચેક કર્યા બાદ ૬૦ ટકાની ક્ષમતા મુજબ મુસાફરોને બેસાડવામાં આવે છે. ધોરાજી ડેપો દ્વારા હજુ વધારે રૂટ શરૂ થાય તે માટે અધિકારીઓ દ્વારા તજવીજ ચાલી રહી છે.

(11:26 am IST)