Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

થાનગઢના સરોડીમાં ઉકાળા-માસ્કનું વિતરણ

 વઢવાણ : થાનગઢ તાલુકાના સરોડી ગામે ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડની જાણકારી વિવિધ વિસ્તારમાં ગામમાં તથા વાડી-વાડી ફરીને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થાનગઢ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર, તાલુકા પ્રમુખ બચુભાઇ, મહામંત્રી  પરશુરામભાઇ, તાલુકાના હોદ્દેદારો, ગામના સરપંચ, મશાળના કેતનભાઇ  અધ્યક્ષ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ઇકો ગાડીમાં વિવિધ વિસ્તારમાં ફરીને ઉકાળાનું વિતરણ કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : ફઝલ ચૌહાણ)

(9:33 am IST)