Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મોરબી ખાતે ચાલતા શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટરમાં 60 થી વધારે દર્દીઓ સાજા થયા

મોરબી ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ અને મુખ્ય દાતા લાખાભાઈ મગનભાઈ જારીયા અને જયદીપ એન્ડ કંપની (મોરબી-વવાણીયા) જયુંભા જાડેજા ના સૌજન્ય થી ચાલતા શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ સંચાલિત સર્વ જ્ઞાતિ કોવિડ કેર સેન્ટર માં કુલ 70 બેડ ની વ્યવસ્થા કરવામાં આવ્યા બાદ માત્ર એકજ દિવસ માં પુરેપુરા બેડ ભરાઈ જતા અને આયોજકો ની બેડ વધારવાની તૈયારી અને ખૂબ મહેનત કરવા છતાં પણ ઓક્સિજન ના વાંકે વધુ બેડ ની વ્યવસ્થા કરી શક્યા નહોતા
70 બેડ કાર્યરત થઈ ગયા બાદ તેમાં તબીબી સેવા, દવાઓ, નાસ્તો,જ્યુસ,  જમવાનું સહિત ની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવી જેના ફળ સ્વરૂપે 10 દિવસ માં તેમાં 200 થી વધુ દર્દીઓ દાખલ થયા જેમાં ઓક્સિજન ની જરૂરિયાત વાળા અને ક્રિટિકલ પણ હતા. પરંતુ યોગ્ય સારવાર ના કારણે 200 માંથી 60 થી વધારે દર્દીઓ સ્વસ્થ બની હસતા ચહેરે આયોજકો નો આભાર માની ઘેર પહોંચ્યા છે.અને 350 થી વધારે દર્દીઓને opd કરવા સાથે જરૂરી દવાઓ આપવા સાથે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
 અહીં દર્દીઓના મનોરંજન માટે ટીવી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્રણ ટાઈમ જમવા સાથે બે ટાઈમ ફ્રૂટજ્યુસ અને રાત્રે હળદળ વાળું દૂધ પણ અપાય છે.
શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ ના ગૌસેવક કાનજીભાઈ જારીયા તેમજ સેવાભાવી યુવાનો કેર સેન્ટર પર હાજર રહી દર્દીઓની જરૂરિયાત નું બારીકાઈથી સતત ધ્યાન રાખી રહ્યા છે તો લાખાભાઈ જારીયા, જયુભા જાડેજા, પ્રદીપભાઈ વાડા, રિશીપભાઈ કૈલા સહિતના અગ્રણીઓ સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને વહેલા માં વહેલા આ બીમારી નો અંત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

(9:51 pm IST)