Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જોડીયાના બાલંભામાં ફાયરિંગ : એકનું મોત : એક ઘાયલ : ઉપ સરપંચ કાંતિલાલ માલવિયાની હત્યા : જૂની અદાવતમાં ડખ્ખો થતા ગોળીબાર

ઉપ-સરપંચ કાંતિલાલ માલવયા અને તેના ભાઈ ઉપર ફાયરિંગ તેમજ ધારદાર હથિયાર વડે હુમલો: જુની અદાવત થી ચાલતા વિવાદને લઈને ખૂની ધીંગાણું ખેલાયું

જામનગર : જિલ્લાના જોડીયાના બાલંભામાં ફાયરિંગ થયું છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે એક વ્યક્તિ ઘાયલ થઇ છે

મળતી વિગત મુજબજુની અદાવત મામલે  ડખો થતા ફાયરિંગ થયુ હતું  ઉપ સરપંચ કાંતિલાલ માલવિયા ની હત્યા થઇ છે

 વધુમાં મળતી વિગત ઉજબ ઉપ-સરપંચ કાંતિલાલ માલવયા અને તેના ભાઈ ઉપર ફાયરિંગ તેમજ ધારદાર હથિયાર વડે હુમલો  થયો હતો
 જુની અદાવત થી ચાલતા વિવાદને લઈને ખૂની ધીંગાણું ખેલાયું હતું એવું પ્રાથમિક જોડીયા અને ધ્રોલ પોલીસ ની તપાસ હાથ ધરી વધુ વિગત મેળવી રહી છે

(9:31 pm IST)