Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જામનગરમાં કોરોના વિસ્ફોટ યથાવત : વધુ ૭૪૮ કેસ પોઝીટીવ : ૨૪ કલાકમાં ૧૭ ના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૧:  શહેર- જિલ્લા માં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો ૭૦૦ ને પાર થયો છે. ગઇ કાલે શહેરમાં ૩૯૬ અને ગ્રામ્યમાં ૩૫૨ નવા કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લામાં ગઈકાલે ગઇ કાલે નવા ૭૪૮ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જામનગર શહેરમાં કોરોનાની સારવાર બાદ ૩૫૯ દર્દીઓ અને જામનગર જિલ્લાના ગ્રામ્યમાં ૨૫૯ દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. ગઈકાલ ગઇ કાલે જામનગર શહેરમાં ૯ મોત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૮ લોકોને કોરનાથી મોત થયાનું જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં કોરોના વિરોધી રસી કરણ અભ્યાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૮૯,૦૯૨ પ્રથમ ડોઝ અને ૨૬,૧૧૩ બીજા ડોઝ વેકસીનેશનનો અપાઈ ચુકયો છે. ત્યારે જામનગર શહેરમાં બન્ને ડોઝ મળીને કુલ ૧,૧૫,૨૦૫ વેકસીન આપવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૧ લોકોને માસ્ક વગર કુલ રૂપિયા ૧૫૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૯૫ લોકો વિરુદ્ઘ કેસ નોંધી કુલ રૂપિયા ૨૩૫૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. જયારે જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ફુલ ૬૧૨ લોકો સામે માસ્ક વગર ફરતા ઝડપી પાડી કુલ રૂપિયા ૬,૩૦,૬૦૦નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નો ભંગ કરતા ૨૯૪૧ લોકોને ઝડપી પાડી રૂપિયા ૮,૧૧,૩૪૦નો દંડ કરી અત્યાર સુધીમાં ૧૪,૪૧,૮૪૦ નો દંડ વસુલવામાં આવ્યો છે. શહેરમાં કુલ ૧૧૭ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૨૫૩ જેટલા એકમો બંધ પણ કરાવવામાં આવ્યા છે.

જામનગરમાં રાજય સરકારને એસ.ઓ.પી ને લઈને શહેરના મોટાભાગના વિસ્તારો બંધ જોવા મળ્યા હતા માત્ર જીવન જરૂરી અને ઈમરજન્સી સેવાઓ સિવાયના તમામ એકમો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષ અને માર્કેટો છેલ્લા બે-ત્રણ દિવસથી બંધ જોવા મળી રહી છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા જામનગર)

(12:49 pm IST)