Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોના દર્દીઓની સેવામાં સતત ૨૪*૭ કાર્યરત ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ

ઉપલેટા : સરળ હૃદય અને વિરલ વ્યકિતત્વ ધરાવતા ઉપલેટા રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહજી જાડેજા કોઇપણ નાત જાતના ભેદભાવ વગર ૨૪*૭ કોરોના દર્દીઓની સેવામાં સતત કાર્યરત રહે છે અને પોતે દર્દીઓને હોસ્પિટલમાં જઇને દાખલ કરાવે છે અને હરપાલસિંહ કયારેક દર્દીને ઓકસીજન માપતા હોય તો કયારેક દર્દીને તેડીને એમ્બ્યુલન્સમાં સુવડાવે અથવા ઉચકીને દાખલ કરે છે અને શહેરના છેવાળાના વિસ્તારમાંથી પણ ફોન આવે તો વિલંબ કર્યા વગર દોડે છે અને કોઇ ગરીબ દર્દીઓ પાસે પૈસાની સગવડતા ન હોય તો કોઇ સ્વાર્થ વગર તેની પણ મદદ કરે છે અત્રે હરપાલસિંહજી રણુભા જાડેજાની શ્રી આશાપુરા એજયુકેશન એન્ડ ચેરી.ટ્રસ્ટ દ્વારા અહીના દ્વારકાધીશ સોસાયટી તેમજ જીનમીલ ચોક સહિતના સ્લમ વિસ્તારોમાં વિદ્યાર્થી ભાઇ બહેનોને વિનામુલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે આ ગૃપ દ્વારા રકતદાન તહેવારો ઉપર મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી સહિત શહેરના દરેક વિસ્તારોમાં સામાજીક કાર્યોમાં યોગદાન આપવામાં આવે છે.(તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(11:46 am IST)