Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સિહોરના કરકોલીયા ગામમાં પોલીસને જોઈને ભાગવા જતા કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

સિહોરના કરકોલીયા ગામમાં પોલીસને જોઈને ભાગવા જતા યુવાનનું કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

સિહોર તાલુકાના કરકોલીયા ગામની સીમમાં આવેલી બાબુબાઈ સરવૈયાની વાડીમાં આવેલ ઝૂંપડામાં ગત મધરાત્રે લોકો બેઠા હતા તે દરમ્યાન પેટ્રોલીંગ કરતી પોલીસને જોઈને ઝૂંપડામાં રહેલા લોકો ભાગવા જતા કરકોલીયા ગામમાં રહેતા ભગવનભાઈ પ્રેમજીભાઈ જમોડ (ઉ.32)નું ઝૂંપડાની નજીક આવેલા કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે

(12:33 am IST)
  • સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ : રાજ્યમાં કુલ આંકડો 74એ પહોંચ્યો : સુરતમાં 28 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : 74 પૈકી 60ની હાલત સ્થિર : 2 લોકો ગંભીર : વેન્ટિલેટર પર રખાયા : અત્યાર સુધીમાં છ દર્દીઓ સ્વસ્થ થયા access_time 7:59 pm IST

  • મહેસાણામાં કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ હોવાના અહેવાલ :એક 11 માસના બાળક અને ઊંઝાની યુવતીમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા access_time 10:26 am IST

  • અમેરિકામાં ૪,૦૫૫ મોત : વિશ્વભરમાં ૪૨૩૪૦ના મોત નોંધાયા : મ.પ્ર.માં કોરોના દોડ્યોઃ ૨૦ નવા કેસ : કુલ ૮૬ કેસ : વિશ્વમાં કુલ કેસ ૮,૫૯,૭૭૦ થયા access_time 1:13 pm IST