સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st April 2020

સિહોરના કરકોલીયા ગામમાં પોલીસને જોઈને ભાગવા જતા કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

સિહોરના કરકોલીયા ગામમાં પોલીસને જોઈને ભાગવા જતા યુવાનનું કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

સિહોર તાલુકાના કરકોલીયા ગામની સીમમાં આવેલી બાબુબાઈ સરવૈયાની વાડીમાં આવેલ ઝૂંપડામાં ગત મધરાત્રે લોકો બેઠા હતા તે દરમ્યાન પેટ્રોલીંગ કરતી પોલીસને જોઈને ઝૂંપડામાં રહેલા લોકો ભાગવા જતા કરકોલીયા ગામમાં રહેતા ભગવનભાઈ પ્રેમજીભાઈ જમોડ (ઉ.32)નું ઝૂંપડાની નજીક આવેલા કૂવામાં પડી જવાથી મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે

(12:33 am IST)