Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં કોન્ટ્રાકટર પરસાણા પરિવારની અનેરી સેવા

રાજકોટઃ કોરોના વાયરસની મહામારી અંતર્ગત દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે ત્યારે રાજકોટમાં આજે લોકડાઉનનો ચોથો દિવસ છે. તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ થઈ રહી છે. આવા સંજોગોમાં અન્ય રાજ્ય અને શહેરોમાંથી મજુરી કામ અર્થે આવેલા મજુરો અને તેના પરિવારને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવાના આવી છે અને મજૂર પરિવારોને જમાડવાની કેટલીક સંસ્થાઓ પણ સેવા આપી રહી છે ત્યારે કોઠારીયા ગામમાં બાંધકામનું કામ કરતા અને ઓફિસ ધરાવતા ગોવિંદભાઈ હંસરાજભાઈ પરસાણા (ઉ.વ. ૫૫)એ પણ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી મજુર અને તેના પરિવારજનોને બે ટાઈમ જમાડવા માટેનું બીડુ ઉઠાવ્યુ છે. આ સેવા કાર્યમાં તેના પત્નિ મંજુલાબેન, નાના ભાઈ કિશોરભાઈ પરસાણા, પત્નિ જ્યોત્સનાબેન કિશોરભાઈ પરસાણા, પુત્ર રાજ પરસાણા, દ્રષ્ટિબેન પરસાણા, સંગીતાબેન, નીરજા પરસાણા, ડેનીસાબેન પરસાણા સહિત પોતાના ખર્ચે રસોઈ બનાવી અને ગોવિંદભાઈ પરસાણા તેના ભાઈ સહિત ચાર બોલેરો અને ત્રણ છોડા હાથીમાં ભોજનનો સામાન લઈને એસીપી રાઠોડના માર્ગદર્શન અને આજીડેમ પોલીસ મથકના પીઆઈ વી.એસ. ચાવડાની મદદ લઈ કોઠારીયા સોલવન્ટ, ૨૫ વારીયા, મફતીયાપરા, ભાવનગર રોડ ઝૂપડપટ્ટી, જડેશ્વર તથા લાપાસરી વિસ્તારમાં મજુરોને ભોજન કરાવી અનેરી સેવા આપે છે અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ભોજનની વ્યવસ્થા પુરી પાડશે.

(4:22 pm IST)