Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ અને રાશનની વ્યવસ્થા

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર હોય તેમજ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં કોરોના ૨-૩ તબક્કામાં હોય ત્યારે શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં રાહત કાર્યો શરુ કરવામાં આવ્યા છે. અલમીન માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ, સેનીતાઈઝર વિતરણ, સિવિલ હોસ્પિટલમાં, ગોકુલપરા, ચુનારાવાડ ચોક, આંબેડકર નગર અને નવા થોરાળા, ભારત નગર, ગંજીવાડા, જેવા અનેક વિસ્તારોમાં ૧૦,૦૦૦ જેવા માસ્ક અને સેનીતાઈઝ્રર વિતરણ વિનામુલ્યે કરવામાં આવેલ છે તેમજ છેલ્લા ૨ દિવસથી વોર્ડ નં.૧૫માં મોટા ભાગના વિસ્તારોમાં ૨-બોલેરો ગાડીથી વિનામુલ્યે ફૂડ પેકેટ વિતરણ, ટીફીન વ્યવસ્થા અને જનતા રસોડા શરુ કરવામાં આવ્યા છે અને રોજના ૪૦૦૦-૪૫૦૦ જેટલા ફૂડ-પેકેટનું વિતરણ સમગ્ર વોર્ડમાં શરુ કરાયું છે. જયારે રસોડામાં અનેક લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રાહત કામગીરીમાં ટ્રસ્ટના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, રમેશભાઈ બથવાર, પુનાભાઈ ચાવડા, બાબુભાઈ વાઘેલા, તુલસીભાઈ મકવાણા, વિજયભાઈ સોલંકી, વિજયભાઈ રામકબીર, બીપીનભાઈ રાઠોડ, રામદેવસિંહ વાદ્યેલા, ચંદુભાઈ સાગઠીયા, વિશાલ ચાવડા, હરેશભાઈ સોલંકી, અમનભાઈ ગોહિલ, મૌલિક મકવાણા, નિખીલ પીપળીયા, કાળુભાઈ મુંધવા, પરસોતમભાઈ પરમાર, વરુણ જામ્બુકિયા, સાગઠીયા ધર્મેશ, લલિત પરમાર, સુભાષભાઈ સાગઠીયા, નરેશભાઈ દવેરા, વિપુલભાઈ રાઠોડ, મહિલા સેવકો મનીષાબેન સોલંકી, ભાવનાબેન બગદડીયા, વર્ષાબેન જરાદીયા, હીરાબેન જીંજરીયા, રાણીબેન સોલંકી, પુનમબેન સોલંકી, અઈશાબેન સમા, ગીતાબેન ધરજીયા વગેરે સેવા આપી રહ્યા છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.

(4:06 pm IST)