Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં અબોલ પશુઓની સેવા

 ઇશ્વરીયા સ્થિત વિશ્વનીડમ ગુરૂકુલમાં ૧ ગોળનો ડબ્બો, ૨ ગુણી ચણ, સસલા માટે ગદબ, કુતરા માટે બીસ્કીટ પહોંચાડી 'આશાએ ઉમ્મીદ કી નઇ કિરણ ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા અનન્ય સેવા કરવામાં આવી છે. હાલની કટોકટીની સ્થિતીમાં માનવ સેવા કરવા તો ઘણા નિકળી પડયા છે. પરંતુ અબોલ જીવોનું કોણ? આવા વિચાર સાથે આ સંસ્થાએ અબોલ જીવ માટે મદદનો હાથ લંબાવ્યો છે. વધુ માહીતી માટે સંસ્થાના મો.૭૨૦૩૮ ૯૯૯૯૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:55 pm IST)