Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સંગીતનો આનંદ માણતો પૂજારા પરિવાર

રાજકોટ : લોકો ઘરે રહી કોઈને કોઈ પ્રવૃતિઓ કરી આનંદ માણી રહ્યા છે ત્યારે મોબાઈલની દુનિયામાં ભારે નામના મેળવનાર એવા પૂજારા ટેલીકોમવાળા યોગેશભાઈ પરિવારજનો સાથે સંગીતનો આનંદ માણી રહ્યા છે. તેઓએ જણાવેલ કે વ્યવહારોની ભીડભાડમાં ખોવાઈ ગયેલો માણસ પરીવારમાં પાછો ફર્યો છે. હમણા બધા ઘરે છીએ એટલે સૌ જૂની યાદોને વાગોળીએ છીએ. અવનવી વાતો કરીએ છીએ. ખરેખર કોરોના સાથેની લડાઇ આપણને સૌને એક અનેરો આનંદ આપી રહી છે. મારા પરીવારના સભ્યોની ફરમાઈશ પર ઘણા લાંબા સમય બાદ કી-બોર્ડ પર હાથ અજમાવ્યો. સૌના મનપસંદ ગીતોને વગાડ્યા અને મારા પૂજય માતુશ્રીએ જૂની કેટલીક યાદો તાજી કરાવી. તમામને ઘરમાં જ રહેવા પરીવાર સાથે આનંદીત સમય પસાર કરવા અનુરોધ કર્યો હતો. તસ્વીરમાં યોગેશભાઈ પૂજારા સાથે તેમના માતુશ્રી મંજુલાબેન, પત્નિ રીટાબેન, પુત્ર રાહીલ, પુત્રવધુ અવનીબેન, પૌત્રી રાયરા અને પુત્રી એશા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)