Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે રક્ષણ મેળવવા ડિસઇન્ફેકશનની કામગીરી માટે મ્યુ. કોર્પોરેશન ૬૧૦૦ લીટર કેમિકલની મદદ કરતા 'એરો ફાઇન કેમિકલ્સ'ના અમિત ઘોડાસરા

વેલડન.. ઉદ્યોગપતિઓ સામાજીક જવાબદારી નિભાવી રહ્યા છે

રાજકોટ,તા.૩૦: કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે હાલમાં શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનો સ્ટાફ હાઈપ્લોકલોરાઈડ કેમિકલ મિશ્રિત દ્રાવણનો સ્પ્રે કરી રહયા છે.

અત્યારે કેન્દ્ર અને રાજય સરકારશ્રીને રાહત ફંડમાં ઠેરઠેરથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને પણ મેટોડા સ્થિત 'એરો ફાઈન કેમિકલ્સ' વાળા પાટીદાર સમાજના અગ્રણી શ્રી અમિતભાઈ કિશોરભાઈ ઘોડાસરા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી માટે હાઈપ્લોકલોરાઈડ અને હાઈડ્રોજન પેરોકસાઈડ કેમિકલ નિશૂલ્ક ધોરણે આપવામાં આવેલ છે.અમિતભાઈ ઘોડાસરાના આ સહકાર બદલ રાજકોટ મહાનગરપાલિકાએ તેમના પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી છે.

રાજકોટમાં જ રહેતા અને મેટોડા ખાતે 'એરો ફાઈન કેમિકલ્સ' ટ્રેડીંગ હાઉસ ધરાવતા શ્રી અમિતભાઈ કિશોરભાઈ ઘોડાસરા પાટીદાર સમાજના અગ્રણી છે અને શહેરીજનોના સ્વાસ્થ્યના હિતમાં કામગીરી કરી રહેલી રાજકોટ મહાનગરપાલિકાને આશરે બે લાખથી  વધુ રૂપિયાના મૂલ્યના ૬૧૦૦ લીટર હાઈપ્લોકલોરાઈડ અને ૫૦ કિલો હાઈડ્રોજન પેરોકસાઈડ કેમિકલનો જથ્થો વિનામૂલ્યે આપી સામાજિક જવાબદારી નિભાવતા નાગરિક ધર્મ નિભાવ્યો છે.

અમિતભાઈ કિશોરભાઈ ઘોડાસરાએ માત્ર રાજકોટ મહાનગરપાલિકા જ નહી પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલને પણ આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ કેમિકલનો જથ્થો વિનામૂલ્યે ફાળવી ઉમદા નાગરિક ફરજ બજવી છે.

અહી એ યાદ અપાવીએ મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન અનુસાર ચીફ ફાયર ઓફિસરશ્રી બી.જે. ઠેબાની નિગરાની હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનો સ્ટાફ હાઈપ્લોકલોરાઈડ કેમિકલ મિશ્રિત દ્રાવણનો સ્પ્રે કરી ડીસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી છે.

(3:36 pm IST)