Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કલેકટરે રાજકોટ જીલ્લા માટે સંખ્યાબંધ પ્રતિબંધો અમલમાં મૂકી દીધા...

૧પ જેટલા મુદાઓ આવરી લેવાયાઃ જીલ્લા બહાર કોઇને નહિં જવા દેવાયઃ પોલીસ-પ્રાંત-મામલતદારોને સતાઓ

રાજકોટ તા. ૩૦: હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સબંધમાં ભારત સરકારનાં ગૃહ મંત્રાલય તથા રાજય સરકાર દ્વારા પણ કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.

આથી કલેકટરે ગ્રામ્ય કક્ષાએ-જીલ્લાભરમાં સંખ્યાબંધ પ્રતિબંધો જાહેર કરી દીધા છે. આ પ્રતિબંધોમાં સમગ્ર રાજકોટ જીલ્લાનાં વિસ્તારમાં કોરોનાં વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે સારૃં કોઇપણ વ્યકિતએ બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહિં કે અવર-જવર કરવી નહિં અને જીલ્લાની હદ ક્રોસ કરવી નહિં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહિં. શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ સરકારી તથા ખાનગી હોસ્ટેલ બંધ રાખવી. જાહેર બાગ બગીચા તથા ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવા. પાન માવાના ગલ્લાઓ, સીગારેટ બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજ વસ્તુનું વેચાણ કરતી દુકાનો કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોઇ તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે. કોઇપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઇપણ પ્રકારના મીડીયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ નાગરીક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી આવ્યા હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પીટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઇન નં. ૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર Home Quarantine isolation પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેઓને ફરજીયાતપણે રાજકોટ જિલ્લાના કોરનાઇન વોર્ડમાં ખસેડ઼ી. દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં માત્ર નીચે મુજબની જ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

(૧) તમામ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન/પંચાયત સેવાઓ.

(ર) દુધ-શાકભાજી, ફળ-ફળાદી, કરીયાણું, પ્રોવીઝન સ્ટોર.

(૩) મેડીકલ સ્ટોર, દવાખાના/હોસ્પીટલ, લેબોરેટરી, દવા/મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ.

(૪) વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઇન્ટરનેટ/ટેલિફોન તથા આઇ.ટી. અને આઇ.ટી. સબંધિત સેવાઓ.

(પ) રેલ્વે અને ટ્રાન્સપોર્ટેશન સેવા, મીડીયા-સમાચારપત્રો, પેટ્રોલ પંપ, પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થા તંત્ર.

(૬) બેંક/એ.ટી.એમ., બેંકનું કલીયરીંગ હાઉસ, સ્ટોક એકસચેન્જ.

(૭) તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ.

(૮) ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટકન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઇ-કોમર્સ.

(11:37 am IST)