Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોના સામે રક્ષણ :શહેરના ઇલે. તથા લાકડાના તમામ સ્મશાન સહિતના મેઈન રોડના વિવિધ સ્થળો પર ડિસઇન્ફેકશન કામગીરી : ઉદિત અગ્રવાલ

શહેરના મુખ્ય સ્થળોએ ડીસઇન્ફેક્શન કાર્યવહી કરાઈ : અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ

રાજકોટ : કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરના ઇલે. તથા લાકડાના તમામ સ્મશાન સહિતના મેઈન રોડના વિવિધ  સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

             કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના મવડી સ્મશાન, ઇલે. તથા લાકડાના શહેરના તમામ સ્મશાન, આસ્થા સોસાયટી, રામપીર ફાયર સ્ટેશન થી સોપાન હિલ (3 થી 4 કી.મી. મેઈન રોડ), રામપીર ચોકડી થી રૈયા ચોકડી ત્યાંથી આમ્રપલી ટોકીઝ, ત્યાંથી કાલાવડ રોડ ફાયર બ્રાન્ચ, કોટેચા ચોક, સદર જ્યુબિલી, યાજ્ઞિક રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ નવું, લીમડા ચોક, હરિહર ચોક, સદર બજાર, કબ્રસ્તાન, હેડ પોસ્ટ ઓફિસ સામે આ તમામ સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. 
આ કામગીરી મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની સૂચના અને મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસરશ્રી ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(7:22 pm IST)