Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

લોકડાઉનમાં રાજકોટ પોલીસના માર્ગદર્શનમાં ગરીબ પરિવારોને અનાજની કીટનું વિતરણ :કોઈ ભૂખ્યા ના રહે તેનું ધ્યાન રાખશે

સામાજિક અગ્રણી ક્લાપીભાઈ વિસ્તારનું રાખશે ધ્યાન : પોલીસ ટીમનો માન્યો આભાર

રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ પો.કમિ. ખુરશીદ એહમદ.તથા ડીસીપી ઝોન-૧ રવી મોહન સૈની ,ડીસીપી  ઝોન-૨ મનોહરસિહ જાડેજા, તમામ વરિષ્ટ અધિકારીઓ ના માગૅદશન હેઠળ રાજકોટ શહેરમાં લોક ડાઉનના પગલે કોઈ ગરીબ માણસો ભુખ્યા ન રહે તે બાબતે નુ ધ્યાન રાખવાની સલાહ, સુચના મળતા  જે બાબતે એ.સો.જી ના પો.સ.ઈ.એમ.એસ.અંસારીનાઓએ  ક્રાઇમ એસીપી જપદીપસિહ સરવૈયાનુ માગૅદશન મેળવી સામાજીક અગ્રણી કલાપીભાઈ નો સંપર્ક કરી,એસ.ઓ.જી ના પો.કોન્સ.જીતુભા ઝાલા,પો.કોન્સ.ફિરોઝભાઈ રાઠોડ, પો.કોન્સ.વિજેન્દ્રસિહ ઝાલા, પો.કો.અઝહરૂદીનભાઈ બુખારી, પો.કો.પદુભા ગોહીલ, આમ સમગ્ર એ.સી.પી.ક્રાઇમ ટીમે ૧૫૦ ફુટ રીગ રોડ પર આવેલ પુનીત નગર પાણીના ટાકા પાસે આવેલ ઝૂપડપટ્ટીમા આશરે ૧૦૦ જેટલા ગરીબ પરીવારોમા અનાજની કીટોનુ વિતરણ કરેલ હતું

  આ પ્રસંગે અગ્રણી કલાપીભાઈએ લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી પોતે આ વિસ્તારમાં લોકો ભુખ્યા ન રહે તે બાબત ની દેખરેખ રાખશે તેવો નીધૉર વ્યક્ત કયૉ હતો.જે બાબતે લોકો એ સમગ્ર પોલીસ ટીમ નો તથા અગ્રણી શ્રી નો આભાર વ્યક્ત કયૉ હતો..

(12:05 am IST)
  • દક્ષિણ દિલ્હીના નિઝામુદીનના તબલીગી જમાતથી દેશભરમાં પ્રસર્યો કોરોના : છેલ્લા 24 કલાકમાં 227 નવા કેસ નોંધાયા :રાજધાની દિલ્હીમાં રવિવારે છ અને આજે 18 પોઝિટિવ કેસ વધ્યા :માર્કંજમાં સામેલ થવા આવેલ 100થી વધુ લોકો વિદેશી હતા : બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મલેશિયા, સાઉદી અરેબિયા ,ઈંગ્લેંડ અને ચીનથી સામેલ થયા હતા access_time 1:10 am IST

  • ભાવનગરમાં એક સાથે પાંચ કોરોના પોઝિટિવ હોવાની ભારે ચર્ચા ; કાલે આરોગ્ય વિભાગ જાહેરાત કરે તેવી શકયતા : આ આગાઉ એક દર્દીનું મોત થયું હતું : ખાનગી ચેનલમાં ન્યુઝ ફ્લેશ access_time 11:33 pm IST

  • મધ્યપ્રદેશમાં 5 હજાર કેદીઓને મુક્ત કરાશે : મધ્ય પ્રદેશસરકારે એમપી પ્રિઝનર્સ લીવ રૂલ્સ 1989માં સંશોધન કરીને હવે પ્રાકૃતિક આપદાની સ્થિતિમાં કેદીઓને 60 દિવસ સુધી મુક્ત કરવાનું પ્રાવધાન છે. આ અંતર્ગત 5 હજાર કેદીઓને મુક્ત કરવામાં આવશે. access_time 2:35 pm IST