Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

રાજકોટઃ કાલે પૂનમ નીમીત્તે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે કિર્તન ધ્યાન વોચર્સ ઓફ ધ નાઇટ ધ્યાન

ઓશો ઇનર સર્કલના મર્યાદિત મેમ્મબરો માટે સરકારી ગાઇડ લઇાન અનુસાર કાર્યક્રમ

રાજકોટ તા. ર૬ : ઓશોના સૂત્ર ઉત્સવ ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રને સર્જક કરતા વિવિધ કાર્યક્રમ જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદેશનો, ઓશો સન્યાશ ઉત્સવ ભજન કિર્તિન, ગીત-સંગીત વિવિધ સમ્પ્રદાયના ઉત્સવો, મૃત્યુ ઉત્સવ, વિશ્વ દિવસ વગેરેે રાજકોટમાં ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનુ એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નિયમિત છેલ્લા ૩પ વર્ષથી અવાર નવાર ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરી રહેલ છે.

તા.ર૭/૪/ર૧ નેમંગળવારના રોજ પૂનમ નિમિત્તે દર પૂનમની માફક સાંજે ૬-૪પ થી ૭-ર૦ દરમ્યાન પૂનમ કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન ત્થા રાત્રે ૧૦ થી ૧૧ વોચર્સ ઓફ ધ નાઇટ પૂનમનું વિશેષ ધ્યાનના કાર્યક્રમનું આયોજન ફકત ઓશો ઇનર-સર્કલના મર્યાદિત મેમ્બરો માટે સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવ્યું છે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજની બાજુમાં ૪, વૈદ્યવાડી 'ડી'માર્ટ ની પાછળની શેરી રાજકોટ. વિશેષ માહિતી સ્વામિ સત્યપ્રકાશ ૯૪ર૭ર પ૪ર૭૬, સજીંવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૭૦(૬.૧૮)

(3:06 pm IST)