Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

વોર્ડ નં.૩માં ગંદા પાણીનું વિતરણઃ રોગચાળો છતા શાસકો ઉત્સવોમાં વ્યસ્તઃ ગાયત્રીબા

રેલનગર-પોપટપરા-જંકશનના વિસ્તારોમાં અત્યંત ગંદુ અને દુર્ગંધવાળુ પાણી વિતરણ થતાં પ્રદેશ કોંગ્રેસના મહીલા અધ્યક્ષ સ્થળ મુલાકાત લઇ રહેવાસીઓની મુશ્કેલી જાણી

રાજકોટ તા.રર : શહેરના વોર્ડનં.૩ના અનેક વિસ્તારોમાં ગંદા પાણીનુ વિતરણ થતુ હોઇ લોક રોષ ફેલાયો છે ત્યારે આ વિસ્તારના કોંગી કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસ મહીલા અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ સ્થળ મુલાકાત લઇ લોકોની મુશ્કેલી જાણી અને જાહેર આરોગ્યને જોખમ રૂમ એવી શાશકોની આ બેદરકારીને ખુલ્લી પાડી આ વોર્ડમાં શુદ્ધ પાણી વિતરણ વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ ઉઠાવી છ.ે

આ અંગે ગાયત્રીબાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૩ના રેલનગર પોપટપરા, જંકશન વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અત્યંત ગંદુ અને દુર્ગંધ યુકત પાણી વિતરણ થતું હોઇ આ વિસ્તારમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે છતા શાશકો ઉત્સવોમાં વ્યસ્ત છ.ેતેવો આક્ષેપ ગાયત્રીબાએ આ તકે કર્યો છ.ે

ગાયત્રીબાએ વધુમાં જણાવ્યૂં છે કે વોર્ડ નં-૩ના રેલનગર-પોપટપરા-જંકશન સહીતના વિસ્તારોમાં ગંદુ પાણી વિતરણ થતુ હોવાની ફરીયાદો મળતા તેઓએ આ વિસ્તારના લોકોની પાણી વિતરણના સમયે સ્થળ મુલાકાત લેતા અત્યંત ગંદુ અને દુર્ગંધયુકત પાણી આવતુ હોવાનુ માલુમ પડયું હતું આથી આ બાબતે જવાબદાર અધિકારીઓને શુદ્ધ પાણી વિતરણ માટે વ્યવસ્થા કરવા જણાવાયેલ.

આમ તહેવારોમાંજ ગંદા પાણીનુ વિતરણ થતા લોકો માંદગીના ખાટલે પડયા છ.ે છતા શાસકોના પેટનું પાણી નથી હલતુ અને જાહેર આરોગ્ય માટે જોખમરૂપ એવી આ બેદરકારી દુર કરવાને બદલે ઉત્સવોમાં વ્યસ્ત છે. તેવો આક્ષેપ નિવેદનના અંતે ગાયત્રીબાએ કર્યો છે.

(4:14 pm IST)