Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આત્મન પ્રિ-સ્કૂલ્ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ

કાલાવડ રોડ પર આવેલ આત્મન પ્રિ-સ્કૂલમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. નાના-નાના બાળ ગોપાલો અને ગોપીઓ સાથે વાલીઓ પણ ઉમંગે જોડાયા હતાં. લલ્લાને લાડ લડાવવા 'નંદોત્સવ' નું આયોજન કરાયુ હતું. આત્મન પ્રિ-સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની માતાઓ માટે બેસ્ટ પરિધાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો કાના અને ગોપીના પોશાકમાં તેમજ માતાઓ મૈયા યશોદાના પોશાક પહેરીને આવ્યા હતા. કાર્યક્રમમાં મહેમાન તરીકે સોનલબેન સંચાલક નવયુગ સ્કૂલ, અવનીબેન ડાંગર સંચાલક લીટલ ચેમ્પ સ્કૂલ, મીનલબેન સંચાલક ધ ફસ્ટ સ્ટેપ સ્કૂલ સંસ્થાના સંચાલક પુષ્પદીપસિંહ જાડેજા, મનદીપ પટેલ હાજર રહ્યા હતાં. પ્રિ-પાયમરી વિભાગનાં બેસ્ટ કૃષ્ણ પરિધાન સ્પર્ધામાં પ્રથમ ચૌહાણ ભવ્યરાજ, દ્વિતીય રાઠોડ પરીક્ષિતસિંહ, તૃતીય રૂડકીયા અનંત બેસ્ટ રાધા પરિધાન સ્પર્ધામાં પ્રથમ ભુંડિયા રીવા રોહિતભાઇ, દ્વિતીય જાડેજા ધ્રુવીશાબા, તૃતીય ભોરણીયા જેની તેમજ બેસ્ટ યશોદા માતાઓમાં પ્રથમ ખુંટ રાધિકાબેન, દ્વિતીય પોપટ ભાગ્યશ્રીબેન, તૃતીય રાઠોડ પ્રિયંકાબાને સ્કૂલના ટ્રસ્ટી અને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે માટકી ફોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

(3:39 pm IST)