Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બાગીઓને આવકારી લીધા, હવે ભાજપનો કોઇ ભાવ-પ્રભાવ નહિ

જિલ્લા પંચાયતમાં સૌ પોતાની રીતે લડે છે!

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના બાગીઓને ભાજપે પાર્ટીમાં આવકારી લીધા પછી પણ તેમની ખરા દિલથી સ્વીકૃતી થતી નથી. બાગીઓને ભાજપના કાર્યક્રમોથી અળગા જ રાખવામાં આવે છે. બાગીઓ ભાજપમાં હોવાનો દાવો કરી શકે છે પણ પોતાની પ્રવૃતિમાં ભાજપનું કોઇ નિયમન રહેવા દીધુ નથી. ભાજપના જુથવાદથી કયાંંક બાગીઓને ફાયદો છે કયાંક નુકશાન છે. બન્ને તરફથી એકબીજાના ઉપયોગની વાત છે. અમુક સભ્યો માટે તો ગમે તે પક્ષમાં કે જુથમાં આવ-જા કરવી પડે પણ 'હેતુ' એક મુદાનો હોવાની વાત જાણીતી છે.

(4:02 pm IST)