Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

લોન ડિફોલ્ટર જાડેજા જયપાલસિંહને ચેક રિટર્નનાં કેસમાં એક વર્ષની જેલ અને વળતરની રકમ ચૂકવવા હૂકમ

રાજકોટ નાગરિક બેંકનાં

રાજકોટઃ તા.૧૮, બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરને માટે સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.  વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બેડીપરા શાખામાંથી જયપાલસિંહ વનરાજસિંહ જાડેજાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયુ હતું અને ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો.

 જેથી બેંકે તા. ૧૦/૧૧/૨૦૧૬નાં રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ કયો હતો. જયપાલસિહ વનરાજસિંહ જાડેજાએ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી. આથી, એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદાર ઘનશ્યામભાઇ દિલીપભાઇ પડીયાની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ જયપાલસિંહ વનરાજસિંહ જાડેજાને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નનાં વળતર રૂપે રૂમ. ૯,૯૩,૯૨૩ ની રકમ ચુકવવી. જો ન ચુકવે તો આરોપીને બીજા છ માસની જેલની સજા ફરમાવી હતી.

 ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટશ્રી આર. બી. ગોગિયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા. ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(4:00 pm IST)