Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

વોર્ડ નં. ૧૦ માં સર્વેશ્વર મંદિરે પેવર બ્લોકનું ખાતમુહુર્ત

 વોર્ડ નં. ૧૦ ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વિકાસ કાર્યોની વણઝાર રૂપે યુનિવર્સિટી રોડ પર મિલાપનગર પાસે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરમાં પેવર બ્લોકનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ખાત મુહુર્ત પ્રસંગે કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, મંત્રી હેમાંગભાઇ માકડીયા, નારણભાઇ આહીર, દિલીપભાઇ તથા સ્થાનીક રહેવાસીઓ હસમુખભાઇ ગણાત્રા, સુભાષભાઇ રામાણી, જગદીશભાઇ રામાણી, મનિષભાઇ હાપલીયા, મહેન્દ્રભાઇ માકડીયા, છગનભાઇ વસોયા, પરાગભાઇ પુજારી, મીનાબેન ગણાત્રા, ભારતીબેન રામાણી, ક્રિષ્નાબેન અજુડીયા, કિરણબેન હુડકા, રળીયાતબેન વસોયા, હેમબેન ચારોલા, ગૌરીબેન કાલરીયા, ચંદનબેન ભોરણીયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)