Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ગુરૂવારે સાયબર સીકયુરીટી-ક્રાઇમ પર ફ્રી વર્કશોપ

વાઘેશ્વરી એજ્‍યુ.ટ્રસ્‍ટ અને ડિફેન્‍સ સ્‍કવોડ દ્વારા આયોજનઃ હેકર્સ કેવી રીતે ફોન હેક કરે ? બચવાના ઉપાય શું? વર્કશોપમાં અપાશે માર્ગદર્શન

વાઘેશ્વરી એજયુ.ટ્રસ્‍ટ અને ડિફેન્‍સ સ્‍કવોડ દ્વારા સાયબર સીકયુરીટી અને  સાયબર ક્રાઇમ અંગે  વર્કશોપ યોજાનાર છ.ે જેની વિગતો આપતા સંસ્‍થાના હોદ્દેદારો નજરે પડે છ.ે(તસ્‍વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૮ : આજના આધુનિક યુગમાં મોબાઇલ ફોનની ઉપયોગિતા વધી છે સાથો સાથ તેને લગતા દુષ્‍પ્રભાવ પણ સામે આવવા લાગ્‍યા છ.ે તેવામાં મોબાઇલ મારફત સાયબર ક્રાઇમના સીકયુરીટી અંગે જાણવુ જરૂરી બને છ.ે

વાઘેશ્વરી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ અને સાયબર ડિફેન્‍સ સ્‍કવોડ દ્વારા સાયબર સીકયુરીટી અને સાયબર ક્રાઇમ પર એક ફ્રી વર્કશોપનું આયોજન થયેલ છ.ે

શ્રી વાઘેશ્વરી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ તથા સાયબર ડિફેન્‍સ સ્‍કવોડ દ્વારા મોબાઇલ ફોન પર થતા સાયબર ક્રાઇમ અને ઇથીકલ હેકિંગનો એક ફ્રિ વર્કશોપનું આયોજન આગામી તા.૧રને ગુરૂવારે સાંજે ૬ થી૭ શ્રી વાઘેશ્વરી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ પેલેસ રોડ રામ ઔર શ્‍યામ ગોલાવાળી શેરી ખાતે કરવામાં આવેલ છ.ે

વધુમાં જણાવ્‍યું હતું કે, સોશ્‍યલ મીડીયાનું મહત્‍વ આજના જીવનમાં ખુબ વધી ગયું છે. અને અત્‍યારના સમયનું સૌથી ખતરનાક હથીયાર ફોન છે. કેમ કે પુરી પર્સનલ લાઇફ કે નાંણાકીય વહિવટ તેમાં જ હોય છ.ે શાળામાં ભણતાંવિદ્યાર્થીઓ પણ એન્‍ડ્રોઇડ મોઇબાઇનો ઉપયોગ કરે છે. તેના માતા-પિતાને જાણ નથી હોતી કે જે ફોન તેના બાળકની સુવિધા માટે આપી રહ્યા છ.ે અ ેજ ફોન તેના માટે કેટલો ખતરનાક સાબીત થાય છ.ે

સવારથી રાત સુધી ચેટીંગ, સફીંગ, શોપીંગ, ફોટો, કોલ, વિડીયો રેકોર્ડીંગ બીજી ઘણી પ્રવૃતિ કરતા હોઇએ પણ કોઇ વ્‍યકિત તમારા ફોન પર દુરથી પણ નજર રાખી શકે છે? કોઇ ફોન દ્વારા તમારા બેંક એકાઉન્‍ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છ.ે

આ બધા સાયબર ક્રાઇમ અને હેકર્સ તમારો ફોન કઇ રીતે હેક કરે છે. અને તેને બચવાના ઉપાય તમને આ ફ્રિ વર્કશોપમાં આપવામાં આવશે. 

રજીસ્‍ટ્રેશન માટે ફોન નં. ૯૮૭૯૩ ૩૧૬૦૦-૯૪૦૯૭ ૪૬૩૯૭ સંપર્કકરી શકાય છ.ે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નયન રાણપરા, પ્રશ્‍મિનભાઇ રાણપરા, આનંદ ચોકસી, હર્ષ પાટડીયા, ફોરમ સોલંકી, ગોપી ઝીંઝુવાડીયા, નરેશ મકવાણા, હિમ્‍મતસિંહ રાઠોડ તથા ભાવેશ ચાવડા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.  અકિલા કાર્યાલય ખાતે નયનભાઇ રાણપરા, કલ્‍પેશ રાણપરા,  નરેશભાઇ મકવાણા,હિમ્‍તસિંહ રાઠોડ, ભાવેશભાઇ ચાવડા ઉપસ્‍થિત રહ્યા હતા

(3:14 pm IST)