Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

૧૯૨૦માં જવાહરલાલ નહેરૂએ સૌ પ્રથમ ખેડૂત મોરચાને સંગઠીત કર્યો હતો

ચાચા નહેરૂની ૧૩૦મી જન્મજયંતીએ શહેર પ્રમુખ અશોક ડાંગર-વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠિયાની સ્મરણાંજલી

રાજકોટ, તા.૧૪: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન અને ભારતમાં સૌથી વધારે જેલવાસ ભોગવનાર અને દેશને આઝાદી અપાવવામાં પોતાનો અને પોતાના પરિવારનો સિંહ ફાળો છે તેવા પંડિત જવાહરલાલ નહેરુ નો આજે ૧૩૦મો જન્મજયંતિ છે તેઓ ૧૪/૧૧/૧૮૮૯માં અલ્હાબાદમાં એક ધનાઢ્ય પરિવારમાં જન્મ થયેલ હતો પિતાનું નામ મોતીલાલ નહેરુ હતું માતાનું નામ સ્વરૂપરાની નહેરુ હતું તેમને ત્રણ બહેનો અને એક જ ભાઈ હતા પિતા વ્યવસાયે વકીલ હતા અને પરમપૂજય મહાત્મા ગાંધી સાથે સિધ્ધા સંપર્કમાં હતા જયારે જયારે દેશની લડાઈમાં આર્થિક જરૂરિયાત હોય ત્યારે તેઓ મદદ કરતા જવાહરલાલના પિતાજી આર્થિકરીતે ખુબજ સધ્ધર હોવાના નાતે જવાહરલાલને જેતે સમયે દુનિયાની પ્રતિષ્ઠિત શાળા અને યુનિવર્સીટીમાં શિક્ષણ મેળવવાનો અવસર મળેલ હતો તેમને શાળાનું શિક્ષણ હેરો અને કોલેજ શિક્ષણ ટ્રીનીટી કોલેજ – લંડનમાં મેળવ્યું હતું પછી તેઓએ લો ની ડીગ્રી કેમ્બ્રિજ યુનીવર્સીટીમાંથી મેળવી હતી ત્યાર બાદ ૧૯૧૨માં નહેરુજીએ બાદ એટ-લો ની ડીગ્રી પ્રાપ્ત કરી હતી જે તે સમયે ગાંધીબાપુના હાથમાં કોંગ્રેસનું સુકાન હતું અને જવાહરલાલ નહેરુ ગાંધીજીથી ખુબજ પ્રભાવિત હતા એથી ૧૯૧૨માં તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા ૧૯૨૦માં પ્રથમ વખત ખેડૂત મોરચાને સંગઠિત કરવાનો જશ તેમને મળેલો ૧૯૨૮માં લખનૌ ખાતે સાઈમંડ કમિશનનો વિરોધ કરતા બ્રિટીશ પોલીસ દ્વારા તેમને ઈજા થઇ હતી ત્યાર બાદ ૧૯૩૦માં નમક (મીઠાના) આંદોલન માં તેમની ધરપકડ થઇ હતી અને છ માસની જેલની સજા થાય છે ત્યારબાદ જેલમાં જવાનો  સીલસીલો ચાલુ જ રહ્યો ૧૯૩૫માં યરવડા જેલમાં જ પોતાની આત્મકથા લખી ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં નહેરુને ૯/૮/૧૯૪૨ ના રોજ મુંબઈ થી ગિરફતાર કરી અહમદનગર જેલમાં રાખ્યા હતા ૧૫/૬/૧૯૪૫ના રોજ તેઓ જેલમાંથી છૂટ્યા આવીરીતે કુલ ૯ વખત જેલ યાત્રા કરી હતી અને સૌથી વધારે સ્વતંત્ર લડાઈમાં કોઈ નેતાને વધારે જેલમાં રહેવું પડ્યું હોય તો તે જવાહરલાલ નહેરુ હતા જવાહરલાલ નહેરુ કુલ ૬ વખત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જુદુજુદી જગ્યાએથી પ્રમુખ બન્યા ૧૯૨૯માં લાહોર માંથી ૧૯૩૬માં લખનૌમાંથી ૧૯૩૭માં ફૈજપુરમાંથી ૧૯૫૧માં દિલ્લી માંથી ૧૯૫૩માં હૈદરાબાદ અને છેલ્લે ૧૯૫૪માં કલ્યાણીથી અધ્યક્ષપદ શોભાયું હતું દેશ આઝાદ થયો હતો ત્યારે ગાંધીજીએ જવાહરલાલ નહેરુની કાબેલિયત જોઈ અને દેશના પ્રથમ વડાપ્રધાન બનાવ્યા હતા તેઓ જયારથી વડાપ્રધાન બન્યા ત્યારથી જ આધુનિક ભારતના નિર્માણ માટે તેમનું બોવ મોટું યોગદાન રહ્યું હતું આજનું ભારત જે જવાહરલાલ નહેરુ એ તે સમયે અંકિત કર્યું હતું અને તેની ભાવી રૂપરેખા નક્કી કરેલ હતી જેના ફળ આજદિન સુધી આખું ય ભારત ખાય છે.

જવાહરલાલ નહેરુ ૬/૧/૧૯૫૬ના રોજ રાજકોટમાં બાલભવનના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા બીજી વખત ૪/૪/૧૯૬૦માં પણ રાજકોટમાં પધાર્યા હતા ત્યારે તેમને જુદાજુદા ખાતમુહૂર્ત કર્યા હતા જે આજે પણ હયાત છે.

પંડિત જવાહરલાલ નહેરુને બાળકો ખુબ પ્રિય હતા અને તેઓ પણ બાળકો માટે ખુબ કામો કર્યા  અને તે જમાનામાં બાળકો તેમને ચાચા નહેરુ તરીકે ઓળખાતા તેના અનુસંધાને રાજકોટમાં ૧૫/૧/૨૦૦૩ના રોજ રાજકોટના મેયર અશોકભાઈ ડાંગરના હસ્તે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જવાહરલાલ નહેરુજીની પૂર્ણ કદની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું જેનો ગૌરવ આજે અમો અનુભવીએ છીએ અને આવા મહાન ભારતરત્નથી સન્માનિત  આ દેશના વડાપ્રધાનને લાખો સલામ...

(4:12 pm IST)