Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

શહેરમાં ટવીન ડસ્ટબીન સળગાવવાનાં કારસ્તાન અંગે કોંગ્રેસની આરટીઆઇ

ત્રણ ઝોનની ટવીન ડસ્ટબીનની સંખ્યા, સળગાવાયેલી ડસ્ટબીનોની સંખ્યા, કેટલી પોલીસ ફરીયાદ વિગેરે માહીતી માંગતા કોર્પોરેટર રાજાણી-પ્રવકતા ઝાલા

રાજકોટ, તા., ૧૨: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં રાજમાર્ગો ઉપર નાંખવામાં આવેલી ટવીન ડસ્ટબીનોને સળગાવવાનું જબરૂ કારસ્તાન ચાલી રહયાની ફરીયાદ કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી તથા પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ મ્યુ. કમિશ્નરને કર્યા બાદ હવે આ બન્ને આગેવાનોએ આ કારસ્તાનને ખુલ્લુ પાડવા માહીતી અધિકાર હેઠળ વિવિધ માહીતીઓ માંગી છે.

 

આ અંગે શ્રી રાજાણી તથા ઝાલાએ મ્યુ. કમિશ્નરશ્રીને આરટીઆઇ મુજબની જે અરજી કરાઇ છે તેમાં જે માહીતી માંગવામાં આવી છે.

(૧)  મ્યુ. કમિશ્નરને તા. ૫-૭-૨૦૧૮ ના ઇન્વર્ડ નં. ૧૦૧ થી કોર્પોરેટરશ્રી દ્વારા માંગેલી ૧૦ દિવસમાં માંગેલ જે ૯ મહીને અપાયેલ નથી. માહીતીમાં વિલંબનું કારણ અને જવાબદાર અધિકારીનું નામ જણાવવું

(ર) શહેરમાં ટવીનબીનો (કચરાપેટી) ની કુલ ત્રણેયઝોન માટેની કુલ સંખ્યા કેટલી?

(૩) ટવીનબીનોનો થયેલ ખર્ચ કેટલો,કુલ ખર્ચ અને એક જોડીનો

(૪) શહેરમાં હાલ કુલ કેટલી ટવીનબીનો ખંડીત હાલમાં છે ?

(પ) સળગાયેલી ટવીનબીનોની સંખ્યા કેટલી? (ત્રણેયઝોનની)

(૬) ગુમ થયેલી ટવીનબીનોની સંખ્યા (ત્રણેય ઝોન)

(૭) સળગાવાયેલી ટવીનબીનોમાં પોલીસ ફરિયાદો થઇ હોઇ  તેની સંખ્યા કેટલી

(૮) તા. ૫-૧૨-૧૮ ના SWM  ની મોટી ગાડી નં. જીજે-૩જી-૦૭૯૬ દ્વારા સળગીને ખાખ થયેલી કે કન્ડમ થયેલ ટવીનબીનો ગાડીમાં ભરાતી હતી, જામનગર રોડ થી જયુબેલી તરફ કેટલી ભરી હતી, તેની કિંમત કેટલી?

(૯) આ ગાડીમાં નવી ટવીનબીનો હતી કે કેમ તે ફીટ કરાતી હતી કે કેમ, કોના આદેશથી કામગીરી ચાલતી હતી વગેરે માહીતી રજુ કરવા અરજીના અંતે જણાવાયું છે.

(4:00 pm IST)
  • લખનૌમાં રાજનાથસિંહ વિરુદ્ધ ચૂંટણી લડશે પીએમ મોદીનો હમશકલ :વારાણસીમાં મોદીને આપશે ટક્કર :એકસમયે વડાપ્રધાન મોદીના પ્રસંશક રહેલા અને તેઓના જેવો જ દેખાવ ધરાવતા અભિનંદન પાઠકે લખનૌથી લોકસભા ચૂંટણી લડવા જાહેરાત કરી :અભિનંદન પાઠક કેન્દ્રીય ગૃહમંત્રી સામે મુકાબલો કરવા ઉપરાંત વારાણસીમાં મોદી સામે પણ ટક્કર લેશે access_time 1:09 am IST

  • સાબરકાંઠાની ઇડર કોર્ટે 30 શિક્ષકોના જામીન નામંજૂર કર્યા: બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવી હતી નોકરી : તત્કાલીન DEOની પણ થઈ હતી ધરપકડ: CID પોલીસ સમગ્ર મામલાની કરી રહી છે તપાસ access_time 1:54 pm IST

  • અરવલ્લી : મુંખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ મંત્રી ભાજપમાં જોડાયા : મેઘરજમાં કોંગ્રેસના ૮ કાર્યકરો ભાજપમાં જોડાયા access_time 2:11 pm IST