રાજકોટ
News of Saturday, 13th April 2019

શહેરમાં ટવીન ડસ્ટબીન સળગાવવાનાં કારસ્તાન અંગે કોંગ્રેસની આરટીઆઇ

ત્રણ ઝોનની ટવીન ડસ્ટબીનની સંખ્યા, સળગાવાયેલી ડસ્ટબીનોની સંખ્યા, કેટલી પોલીસ ફરીયાદ વિગેરે માહીતી માંગતા કોર્પોરેટર રાજાણી-પ્રવકતા ઝાલા

રાજકોટ, તા., ૧૨: મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરનાં રાજમાર્ગો ઉપર નાંખવામાં આવેલી ટવીન ડસ્ટબીનોને સળગાવવાનું જબરૂ કારસ્તાન ચાલી રહયાની ફરીયાદ કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી તથા પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાએ મ્યુ. કમિશ્નરને કર્યા બાદ હવે આ બન્ને આગેવાનોએ આ કારસ્તાનને ખુલ્લુ પાડવા માહીતી અધિકાર હેઠળ વિવિધ માહીતીઓ માંગી છે.

 

આ અંગે શ્રી રાજાણી તથા ઝાલાએ મ્યુ. કમિશ્નરશ્રીને આરટીઆઇ મુજબની જે અરજી કરાઇ છે તેમાં જે માહીતી માંગવામાં આવી છે.

(૧)  મ્યુ. કમિશ્નરને તા. ૫-૭-૨૦૧૮ ના ઇન્વર્ડ નં. ૧૦૧ થી કોર્પોરેટરશ્રી દ્વારા માંગેલી ૧૦ દિવસમાં માંગેલ જે ૯ મહીને અપાયેલ નથી. માહીતીમાં વિલંબનું કારણ અને જવાબદાર અધિકારીનું નામ જણાવવું

(ર) શહેરમાં ટવીનબીનો (કચરાપેટી) ની કુલ ત્રણેયઝોન માટેની કુલ સંખ્યા કેટલી?

(૩) ટવીનબીનોનો થયેલ ખર્ચ કેટલો,કુલ ખર્ચ અને એક જોડીનો

(૪) શહેરમાં હાલ કુલ કેટલી ટવીનબીનો ખંડીત હાલમાં છે ?

(પ) સળગાયેલી ટવીનબીનોની સંખ્યા કેટલી? (ત્રણેયઝોનની)

(૬) ગુમ થયેલી ટવીનબીનોની સંખ્યા (ત્રણેય ઝોન)

(૭) સળગાવાયેલી ટવીનબીનોમાં પોલીસ ફરિયાદો થઇ હોઇ  તેની સંખ્યા કેટલી

(૮) તા. ૫-૧૨-૧૮ ના SWM  ની મોટી ગાડી નં. જીજે-૩જી-૦૭૯૬ દ્વારા સળગીને ખાખ થયેલી કે કન્ડમ થયેલ ટવીનબીનો ગાડીમાં ભરાતી હતી, જામનગર રોડ થી જયુબેલી તરફ કેટલી ભરી હતી, તેની કિંમત કેટલી?

(૯) આ ગાડીમાં નવી ટવીનબીનો હતી કે કેમ તે ફીટ કરાતી હતી કે કેમ, કોના આદેશથી કામગીરી ચાલતી હતી વગેરે માહીતી રજુ કરવા અરજીના અંતે જણાવાયું છે.

(4:00 pm IST)