Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

વડાપ્રધાનને ખુલ્લો પત્રઃ રાજકોટને 'એઈમ્સ' નહીં મળે તો સોમનાથથી દિલ્હી કૂચ

પ્રતિશ્રી,

શ્રી નરેન્દ્રભાઈ મોદી

(વડાપ્રધાનશ્રી દિલ્હી)

જય ભારત સાથ જણાવવાનું કે ગુજરાત અંગે કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ રાજકોટ અને વડોદરામા અત્યાધુનિક સુવિધા ધરાવતી એઈમ્સ હોસ્પીટલ શરૂ કરવા જાહેરાત કરાયેલ છે, ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રની જનતા 'એઈમ્સ'ની કાગડોળે રાહ જોઈને બેઠી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે અને ગુજરાતી તરીકે આપ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને નિકટથી જાણો છો ત્યારે સૌરાષ્ટ્રનું હૃદય ગણાતા રાજકોટને એઈમ્સ હોસ્પીટલ મળે તે માટે વડાપ્રધાનની રૂએ ભલામણ કરવા નમ્ર વિનંતી.. કેમ કે જો રાજકોટને 'એઈમ્સ'ની સુવિધા મળશે તો સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ માટે આ આશિર્વાદ સમાન સુવિધા હશે. સૌરાષ્ટ્રના રાજવી ક્રિષ્ણકુમારસિંહજીએ દેશને એક કરવા પોતાના ૧૮૦૦ પાદર આપી દીધા હતા. આવી સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી ઉપર એઈમ્સ હોસ્પીટલ બને તે જરૂરી છે અને જો સૌરાષ્ટ્રને 'એઈમ્સ હોસ્પીટલ' વહેલી તકે નહીં મળે તો શ્રી સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દિલ્હી સુધીની યાત્રા કરી સૌરાષ્ટ્રના લાખો લોકો દિલ્હી આવીને રજુઆત કરશે.(૨-૧૩)

લી. સિદ્ધરાજસિંહ એસ. જાડેજા

(રાજકોટ મો. ૯૭૨૪૫ ૭૯૩૦૩)

(3:39 pm IST)
  • IPL 2018: એબી ડિવિલિયર્સના 'વિરાટ' શો સામે દિલ્હી ફેલ, બેંગલોર 5 વિકેટે જીત્યું : દિલ્હીનો આ સીઝનમાં 9મો પરાજય જ્યારે બેંગલોરે ચોથો વિજય મેળવ્યો : એબી ડિવિલિયર્સે 37 બોલમાં 6 સિક્સ અને 4 ફોર ફટકારી access_time 12:04 am IST

  • અમદાવાદ : ગરીબ આવાસ યોજનામાં ગાયોનું કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવાનો આ બનાવ છે જ્યાં આરોપીઓ ગાયોની તસ્કરી કરીને અહીં લાવતા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચતા હતા. આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. access_time 8:14 pm IST

  • કર્ણાટકના મતદાનની પૂર્વ સંધ્યાએ ભારે વરસાદ :રાજ્યના કેટલાય જિલ્લામાં જોરદાર વસરાદ :ભારે વરસાદથી બેંગ્લોર સહીત કેટલાક જગ્યાએ પાણી ભરાયા :લોકોના ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:46 am IST