Gujarati News

Gujarati News

  • ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વધારે એક વિવાદિત નિવેદન આપીને સરકાર માટે નવી સમસ્યા પેદા કરી દીધી છે. સ્વામીએ કહ્યું કે, મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજો ઘટાડવો જોઇએ. દેશમાં ઉચ્ચ આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવા માટે આવકવેરા નાબુદ કરવાની પહેલ મોદી સરકારે કરવી જોઇએ. સ્વામીએ કહ્યું કે, ઉદ્યોગની શરૂઆતનાં સમયમાં જ ટેક્સની જે પ્રક્રિયા છે તે યુવા ઉદ્યોગપતિઓ માટે ખુબ જ પિડા દાયક છે. યુવા ઉદ્યોગપતિઓને આ સરકારી કનડગત અટકાવવી જોઇએ. access_time 12:13 am IST

  • લગ્ન પહેલા તેજપ્રતાપ અને ઐશ્ચર્યનાં શિવ-પાર્વતીના સ્વરૂપમાં રાજદના કાર્યકરોએ લગાવ્યા પોસ્ટર : લાલુપ્રસાદના ઘર બહાર ટાંગી દીધું પોસ્ટર : તેજપ્રતાપને શિવ સ્વરૂપે અને ઐશ્ચર્યને પાર્વતી તરીકે દર્શાવાયા : પોસ્ટરમાં લાલુપ્રસાદ યાદવ,રાબડીદેવી અને મિસાભારતીની તસ્વીર પણ સામેલ : રાજદના યુવા અને વિદ્યાર્થી કાર્યકરોમાં ભારે ઉત્સાહ access_time 12:56 pm IST

  • અમદાવાદ : ગરીબ આવાસ યોજનામાં ગાયોનું કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના વટવાનો આ બનાવ છે જ્યાં આરોપીઓ ગાયોની તસ્કરી કરીને અહીં લાવતા હતા અને તેમની કતલ કરીને તેમનું માંસ વેચતા હતા. આ મામલે પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. access_time 8:14 pm IST