Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જન્માષ્ટમી કેમ ઉજવશો ? સાંજે અપૂર્વમુનીનું વિડીયો માર્ગદર્શન : કાલે વિહિપનો 'ઇ-ડાયરો'

રાજકોટ, તા. ૧૦ :  વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા ૩૪ વર્ષથી અવિરત શોભાયાત્રનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામરીના હિસાબે આ વર્ષે મોટો જાહેર ઉત્સવ શકય નથી. તેથી અન્ય પ્રકારે કાર્યક્રમો થઇ રહ્યા છે.

વિશેષમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડના પુજય સંતશ્રી અપૂર્વમુની સ્વામીએ પણ આ જન્માષ્ટમી પર્વ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવી આ વખતની જન્માષ્ટમી કેવી રીતના ઉજવવી તથા વર્તમાન પરિસ્થિતિને અનરૂપ કેવી રીતે વર્તવુ઼ તે બાબતની વિસ્તૃત સમગ્ર ભકતો આહવાન કરેલ છે. ભગવાન શ્રી કૃષ્ણએ દુઃખો વચ્ચે પણ રહેતા શીખવ્યું છે તેમજ સ્વસ્થ ભારત, સુરક્ષીત ભારત બનાવવાની પહેલ પણ કરેલ છે જે બાબતનો સંપૂર્ણ વિડીઓ આજરોજ તા. ૧૦ ના સાંજે ૭-૦૦ કલાકે યુ-ટયુબ ચેનલ પર વીએચપી રાજકોટમાં પ્રદર્શીત કરવામાં આવશે.  આ વર્ષે વિ.હિ.પ. પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ડાયરાનો કાર્યક્રમ પણ સોશ્યલ નેટવર્કના માધ્યમથી રાખવામાં આવેલ છે. એટલે કે ઇ-ડાયરો રાખવામાં આવેલ છે જેમાં ગત વર્ષમાં થયેલ ડાયરો આ વખતે તેનુ પુનઃ સોશ્યલ નેટવર્કના માધ્યમથી પ્રસારણ કરવામાં આવનાર છે. જેમાં જનમાષ્ટમીની પૂર્વ સંધ્યાન એટલે કે તા. ૧૧ના રાત્રે ૯-૩૦૦ કલાકે યુ-ટયુબ ચેનલ પર વી.એચ.પી. રાજકોટ માં પ્રદર્શીત કરવામાં આવશે. જેથી તમામ કુષ્ણભકતોએ આ ડાયરો માણવા આમંત્રણ છે તેમ મહામંત્રી નિતેશ કથીરિયા જણાવે છે.

(4:14 pm IST)