Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ઘ્રોંસ : ૧૩ દરોડામાં ૨૨૯ બોટલ સાથે ૧૩ શખ્સો પકડાયા

રાજકોટ,તા. ૧૦: શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂની ડ્રાઇવમાં નવ સ્થળે દરોડા પાડી આઠ બુટલેગરોને પકડી લઇ દારૂની ૨૦૩ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર.ટેડેલ, જે.એસ.ગેડમ, એચ.એલ રાઠોડની સુચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, મનોજભાઇ મકવાણા, અજયભાઇ બસીયા, સિરાજભાઇ ચાનીયા, જયદીપસિંહ બોરાણા, પરેશભાઇ સોઢીયા, મિતેશભાઇ આડેસરા, મહેશભાઇ રૂદાતલા, સંજયભાઇ મિયાત્રા, હેમેન્દ્રભાઇ વાધીયા, હિતેશભાઇ જોગડા, તથા હીતેશભાઇ કોઠીવાળ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દારૂની ૧૫ બોટલ સાથે વિજય ઉર્ફે જગો ગોપાલભાઇ ધુળેશીયા (ઉવ.૩૭), (રહે વાંસજારીયા ગામ) ને તથા સંતકબીર રોડ ગોકુલપાન પાસેથી લખપુરી જીતેન્દ્રપુરી ગૌસ્વામી (ઉવ.૨૯) (રહે. રાજરેસીડેન્સી -૩ સેટેલાઇટ ચોક) અને ગૌરવ ગીરી કીશોરગીરી ગૌસ્વામી (ઉવ.૨૯), (રહે. આકાશદીપ સોસાયટી ગુજરાત હાઉસીંય બોર્ડના કવાટર નં.૯)ને દારૂની એક બોટલ  સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

બે શખ્સો પકડાયા

 થોરાળા પોલીસ મથકના પીએસઆઇ પી.ડી.જાદવ તથા સહદેવસિંહ જાડેજા સહિતે ગંજીવાડાનાકા પાસેથી મુકેશ સામતભાઇ સાબરીયા (ઉવ. ૨૭), (રહે. ગંજીવાડા-૩૩)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો. તથા પીેએસઆઇ એ.એલ. બારસીયા તથા કિરણભાઇ સહિતે ભાવનગર રોડ રાજમોતી મીલ પાસે મયુરભાઇમાંથી દારૂની ૧૭ બોટલ સાથે નરેશ ઉકાભાઇ મોરવાડીયા (ઉવ. ૩૨) (રહે. શ્રમજીવી સોસાયટી શેરી નં. ૩)ને પકડી લીધા હતા.

ગારીડા પાસેથી ૧૮ બોટલ સાથે એક ઝબ્બે

કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ આર.કે. રાઠોડ, સતીષભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ગારીડા ગામ ખાટલાધાર નામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૮ બોટલ સાથે બાબુ દેવશીભાઇ વાટીયા (ઉવ.૪૦) (રહે. ગારીડા ગામ)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂની એક બોટલ સાથે શૈલેષ ઝબ્બે

આજી ડેમ પોલીસ મથકના એએસઆઇ આર.જે. જાડેજા તથા કાનજીભાઇ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન કીશાન ગૌશાળા પાસેથી શૈલેષ સામતભાઇ સરસાણીયા (ઉવ.૨૪), (રહે. સહજાનંદ સોસાયટી)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો.

તાલુકા પોલીસે ૧૦ બોટલ સાથે બે પકડાયા

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી.ડામોર, વિરેન્દ્રસિંહ સહિતે બાતમીના આધારે વૃંદાવન સોસાયટી મેઇન રોડ પરથી દારૂની ૧૦ બોટલ સાથે હાઉસીંગ બોર્ડના કવાર્ટરના રાજદીપ ઉર્ફે ગુગલી વિજયભાઇ ચૌહાણ (ઉવ.૨૨)ને પકડી લઇ જંગલેશ્વરના સબીર ઉફેલ સબલાની શોધખોળ આધરી છેે.

રેલનગર પાસેથી ૧ બોટલ સાથે શખ્સ ઝબ્બે

પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વી.આર જાડેજા તથા યુવરાજસિંહ સહિતે રેલનગર ભગીની નીવેદીતા ટાઉનશીપ પાસેથી દારૂની એક બોટલ સાથે જીજ્ઞેશ ઉર્ફે જુગો રમેશભાઇ મયાત્રા (ઉવ. ૩૫)ને પકડી લીધા હતા

આવાસના કવાર્ટરમાંથી ૨૬ બોટલ કબ્જે

યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા તથા મુકેશભાઇ સહિતે સાધુવાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર કવાર્ટર નં. ૬૧૬ માંથી દારૂની ૨૬ બોટલ કબ્જે કરી રાકેશ ધીરૂભાઇ પરમારની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે બીજા દરોડામાં પુષ્કરધામ મેઇન રોડ કેવલમ આરએમસીના કવાર્ટર પાસેથી દારૂની ૮ બોટલ સાથે અજયસિંહ મહાવીરસિંહ ગોહીલ (ઉવ. ૨૯) (રહે. ત્રીલોક પાર્ક શેરી નં.૧)ને પકડી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચે ૧૨ બોટલ સાથે એકને દબોચ્યો

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. રાજેશભાઇ બાળા સહિતે ગોંડલ ચોકડી પાસેથી દારૂની ૧૨ બોટલ સાથે સગીરને પકડી લીધો હતો. તથા બીજા દરોડામાં એચ.જે.દોશી હોસ્પિટલ પાસેથી કલ્યાણનગર શેરી નં.૨માંથ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. ધીરેનભાઇ તથા કિરતસિંહ ઝાલા સહિતે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલ સાથે જીતુ પ્રવિણભાઇ રાઠોડ પકડી લીધો હતો.

(4:14 pm IST)