Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના સ્પોર્ટસ

બોર્ડના સભ્ય તરીકે સંજય ટાંકની વરણી

રાજકોટ,તા.૧૦ : ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી ભારતિય ખેલકૂદનો સતત વિકાસ કરવા અને નાના નાના ગામડાઓમાંથી આવતા ખેલાડીઓની સ્કિલને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્વર્ણિમ યુનિવર્સિટીના માધ્યમથી ગુજરાતમાં ઉત્ત્।મ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન અને સાધનો પુરા પાડવા અને તેમનું કૌવત વેશ્વિક કક્ષાએ ચમકે તેવું પ્લેટફોર્મ પુરા પાડવાના પ્રયાસો યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર અને યુનિવર્સિટી સ્પોર્ટસ કલબના ચેરમેન ડો. અર્જુનસિંહ રાણાના માર્ગદર્શનમાં થઈ રહ્યા છે ત્યારે યુનિવર્સિટીના સ્પોર્ટસ બોર્ડના સલાહકાર તરીકે રાજકોટના સામાજિક અગ્રણી અને રમત ગમત ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંજય ટાંકની વરણી થતાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને પણ વિશેષ પ્રોત્સાહન મળશે.

સંજય ટાંક રમત જગત જ નહીં શિક્ષણ, સમાજ સેવા, ધાર્મિક કાર્યક્રમો, રાજકિય કાર્યક્રમો વગેરેમાં સતત અગ્રેસર રહી સમાજને કંઈક આપવાની નેમ સાથે કાર્યરત છે. કોરોના જેવી મહામારીના સમયે પણ આત્મિય યુનિવર્સિટીના સહયોગથી તેઓએ અનેકવિધ સેવાકિય પ્રવૃત્ત્િ।ઓ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સ્પોર્ટસ ક્ષેત્રે તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમની નિમણૂંકથી તેમના વિશાળ ચાહક વર્ગ દ્વારા (મો. ૯૪૨૬૬ ૭૬૭૭૭) અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(4:12 pm IST)