Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શ્રાવણીયા જુગારના સાત દરોડામાં ૪૨ ઝડપાયા

માલીયાનગર પોલીસે ત્રણ સ્થળેથી ૧૪, કુવાડવા પોલીસે ૬, ગાંધીગ્રામ પોલીસે ૮, તાલુકા પોલીસે ૭ની ધરપકડ કરી

રાજકોટ,તા. ૧૦: શહેરના અલગ અલગ સ્થળે શ્રાવણીયા જુગારધામ પર પોલીસે દરોડા પાડી સાત સ્થળે પતા ટીંચતા ૪૨ જુગારીઓને પકડી  લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહંમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસ.પી. પી.કે. દીધેરા, જે.એસ. ગેડમ, એચ.એલ. રાઠોડ એ આગામી તહેવા નીમીતે દારૂ-જુગારની ચાલતી પ્રવૃતિને નાબુદ કરવા માટે સુચના આપતા માલવીયા પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકકાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે. ઝાલા, પીએસઆઇ આર.એલ. ખટાણા, હેડ કોન્સ. ભાવીનભાઇ દિગ્પાલસિંહ, યુવરાજસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મસરીભાઇ, રોહીતભાઇ, સિધ્ધરાજસિંહ, ભવદીપસિંહ, અને રવિરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. ભાવીનભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ ગીતાનગર શેરી નં.૭માં આવેલ મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક અરૂણ નંદલાલભાઇ તન્ના (ઉવ.૫૫) તથા પુજારા પ્લોટ શેરી નં.૩માં સદ્ગુરૂ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧ના વિજય રતીલાલભાઇ પુજારા (ઉવ.૫૦), આજીડેમ પાસે ઓમ તીરૂમાલા પાર્ક શેરી નં.૧ના જયદીપ નરોતમભાઇ બાબર (ઉવ.૨૪) સદગુરૂ એપાર્ટમેન્ટના ધવલ વિજયભાઇ પુજારા (ઉવ.૨૬), રામેશ્વર પાર્ક શેરી નં. ૮ના જીતેન્દ્ર રતીલાલભાઇ પુજારા (ઉવ.૫૮) વાણીયાવાડી મેઇન રોડ ભકિતનગર સર્કલ પાસેના કધરણા ચંન્દ્રેશભાઇ મકવાણા (ઉવ.૨૩), કોઠારિયા મેઇન રોડ ગોકુલનગર -૫ના પ્રફુલ રીતલાલભાઇ પુજારા (ઉવ.૪૫), મવડી આર્યમાન રેસીડેન્સી બ્લોક નં. એ/૨૦૭ના નિરવ નીતીનભાઇ ચોટાઇ (ઉવ.૨૮) ને પકડી લઇ રૂ. ૨૨,૩૮૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જ્યારે બીજા દરોડામાં ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ અને મસરીભાઇને મળેલી બાતમીના આધારે ગોકુલધામ સોસાયટીની બાજુમાં ગીતાંજલી સોસાયટી શેરી નં. ૬માં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ગીતાંજલી સોસાયટીના લાલજી ખોડાભાઇ ગોવીંદીયા (ઉવ.૫૪), મંજીવાડા શેરી નં. ૩૨ના લલીત મોહનભાઇ મકવાણા (ઉવ.૩૬)અને સવજી મેરામભાઇ મેર (ઉવ.૮૪) ને પકડી લઇ રૂ. ૧૪,૩૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં કોન્સ. સિધ્ધરાજસિંહ, ભવદીપસિંહને મળેલી બાતમીના આધારે રાજનગર સોસાયટી શેરી નં. ૧ના દરોડો પાડી જાહરમાં જુગાર રમતા નાનામવા રોડ સુર્યનગર શેરીનં.૪ના હીતેશ અરવિંદભાઇ પરમાર (ઉવ.૪૩) રાજનગર શેરી નં.૩ના ભરત હસુભાઇ જાળીયા (ઉવ.૩૧) અને મેધમાયાનગર શેરી નં. ૩ના અનીલ નાગજીભાઇ વોરા (ઉવ.૪૨)ને પકડી લઇ રૂ. ૬૯૮૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ભીચરીની સીમમાં આઠ શખ્સો પકડાયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. રાઠોડ, હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, હેડ કોન્સ. જયંતીભાઇ, સતીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. રાજેશભાઇ સતિષભાઇ અને વિરદેવસિંહને મળેલી બાતમીના આધારે ભીચડી ગામની સીમમાં આવેલ બાવળમાં ઝાડ પાસે જુગાર રમતા માર્કેટીંગ યાર્ડ પાછળ સાગરનગર શેરી નં.૪ના ઉકા સામતભાઇ ઝાપડા (ઉવ.૩૮), માર્કેટીંગ યાર્ડ પાછળના કરશન મશરૂભાઇ મુંધવા (ઉવ.૨૭), ગોકુલનગકર -૭ના રમેશ કાળુભાઇ મુંઘવા (ઉવ. ૩૫), મચ્છાનગરના લાલો મખાભાઇ ઉર્ફે કાળુ -મોમભાઇ ફાંગલીયા (ઉવ.૫૨) કોઠારિયા સોલવન્ટ ગોપાલનગર મેઇન રોડ પરના જલો ઉર્ફે જલીયદ રામભાઇ સોંડલા (ઉવ.૨૮)ને પકડી લઇ રૂ. ૨૪,૪૦૦ની મતા કબ્જે કરી હતી. જ્યારે મુનો જોગાવા (રહે. સંતકબીર રોડ કર્વાટરમાં) અને સાજણ ઉર્ફે હાજન નારણભાઇ સાનીયા (રહે. ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર)ના શોધખોળ હાથ ધરી છે. અને પોલીસે આઠેય  શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

જીવંતીકાનગર મકાનમાંથી ૮ ઝબ્બે

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી.ગઢવી તથા એએસઆઇ એમ.વી. લુવા સહિ પેટ્રોલીંયમાં હતા. ત્યારે બાતમીના આધારે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે જીવંતીકાનગર -૧/૩માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીમ શરદ ચંદ્રકાંતભાઇ જીવરાજાણી (ઉવ.૫૨), દર્શન શરદભાઇ જીવરાજાણી (ઉવ.૨૭), હીમાશું શરદભાઇ જીવરાજાણી (ઉવ.૨૫), પરેશ ભરતભાઇ ગુજ્જર (ઉવ.૩૬) દીવ્યેશ જીતેન્દ્રભાઇ આશર (ઉવ.૨૨) રોહીત નટવરભાઇ વેગડા (ઉવ.૩૨) કિશન દીલીપભાઇ સોલંકી (ઉવ.૨૪) અને યશ બીપીનભાઇ ભુવા (ઉવ.૨૫)ને પકડી લઇ રૂ. ૧૨,૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ૭ જુગાર રમતા ઝબ્બે

તાલુકા પોલીસ મથકાા પી.આઇ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.કે. રાજપુરોહીત તથા એએસઆઇ આર.બી. જાડેજા, મહેશભાઇ, નારણભાઇ, અને જયંતીભાઇ રાઠોડ, સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે કાલાવડ રોડ જીનીયસ સ્કુલની પાછળ આસોપાલવ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં દરોડો પાડી જુગાર રમતા અમી વર્ષા સોસાયટીના પેરૂ હબીબભાઇ હાલાણી (ઉવ.૫૫), નીયાઝ પેરૂભાઇ હાલાણી (ઉવ.૨૬), આસોપાલવ એપાર્ટમેન્ટના પીન્ટુ ફતેઅલીભાઇ વઢવાણીયા (ઉવ.૨૪), રાજુ મનસુખભા વીરાણી (ઉવ.૪૩), મોટા મવા ગામના સુરજ હકાભાઇ રાઠોડ (ઉવ.૨૭), રાહુલ અમીતભાઇ ડોસાણી (ઉવ.૨૦), અને જસદણના ભાડલા છત્રીવાળો ચોક પાસે રહે તો કુર્બાન ફીરોઝભાઇ માવાણી (ઉવ.૩૩)ને પકડી લઇ રૂ. ૭૬૩૦ની રોકડ સહિતની મતાા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ બ્રાંચે મકાનમાંથી સાતને દબોચ્યા

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહીલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે કોઠારિયા ચોકડી પાસે રામનગર શેરી નં.૧માં મકાનમાં દરોડો પાડી મકાન માલીક ભરત રામજીભાઇ પટેલ (ઉવ.૩૮), રામનગર -૪ના ભાવેશ ગોરધનભાઇ સરધારા (ઉવ.૩૪), સાધુવાસવાણી રોડ સનસીટી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૩ના જીજ્ઞેશ પ્રભુદાસભાઇ કાગદરા (ઉવ.૪૧), ગાંધીસ્મૃતિ શેરી નં.૨ના રીંકલ કુરજીભાઇ તળપદા (ઉવ.૩૧), રામનગર -૧ના રાજેશ ગંગદાસભાઇ ટાંક (ઉવ.૪૭), ભવનાથ સોસાયટીના ઇશ્વર શાંતીભાઇ કુકડીયા (ઉવ.૪૦), અને રામનગર-૧ના અનીલ જસમતભાઇ દોંગા (ઉવ.૩૩)ને પકડી લઇ રૂ. ૭૮,૬૦૦ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)