Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જન્માષ્ટમી પર્વ નિમિત્તે કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા જરૂરીયાતમંદ પરિવારની વ્હારે

મેલડી માતાજી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩ હજાર પરિવારોને ફરસાણનું વિતરણ : ગંગાસ્વરૂપ ૮૦૦ માતાઓને રાશનકીટ અપાઇ

રાજકોટ, તા. ૧૦ : શહેરના વોર્ડ નં. ૩ ના જાગૃત કોર્પોરેટર અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને તેમના પારિવારિક ટ્રસ્ટશ્રી મેલડી માતાજી એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરનાં પછાત અને જરૂરીયાત મંદ વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને ફરસાણની કિટનું વિતરણ કરાયું હતું. શહેરનાં પછાત વિસ્તાર એવા પોપટપરા, તિલક પ્લોટ, શ્રધ્ધાનંદનો ખાડો નરસંગ પરા, પ૩ કવાટર, સંતોષીનગર, રઘુનંદન સોસાયટી કૃષ્ણનગર મિયાણાવાસ, સ્લમ કવાટર, તોપખાના, પરસાણાનગર સહિતનાં વિસ્તારોમાં ૮૦૦ વિધવા માતાઓને મકાઇનાં પૌવા, મમરા, સકકરપારા, ચણાનો લોટ, ઘઉંનો લોટ તીખા ગાંઠીયા સહિતની વસ્તુની કીટનું વિતરણ કરાયું હતું.

તેમજ સતત પાંચ દિવસથી ચાલતાં આ કાર્યક્રમમાં પોપટપરા રામદેવપીર મંદિર ખાતે તેમજ તિલકપ્લોટમાં આવેલ આંગણવાડી ખાતે મધ્યમ વર્ગ પરિવાર માટે રાહતદરે ફરસાણનાં કાઉન્ટરો પણ ખોલવામાં આવ્યા હતા. જેનો અંદાજીત ૩૦૦૦ (ત્રણ હજાર) પરિવારો એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો શ્રી અશોકસિંહ વાઘેલા, કોર્પોરેટરશ્રી દિલીપભાઇ આસવાણી, મુકેશભાઇ ચાવડા, આદિત્યસિંહ ગોહિલ,  મુકુન્દભાઇ ટાંક, હિરલબેન રાઠોડ, નીલરાજ ખાચર, ગૌરવભાઇ પુજારા, એડ. તુષારભાઇ દવે વિગેરે ઉપસ્થિત રહી કાર્યને બીરદાવ્યું હતું.

આ કાર્યને સફળ બનાવવા સ્થાનિક કાર્યકરો શૈલેષભાઇ દલવાડી, કિશોરભાઇ મકવાણા, સંજયભાઇ સોલંકી, સતિષભાઇ બોહકિયા, અશોકભાઇ પ્રફુલ્લભાઇ સોનાર, મગનભાઇ લાલો, કરણ મકવાણા, રાજા, દિપેશ તેમજ તિલક પ્લોટનાં કાર્યકરો મિલિનભાઇ પરમાર, લક્ષ્મણભાઇ સોલંકી, દેવજી રાઠોડ, શિલ્પાબેન પરમાર, મોહીનીબેન તેમજ રઘુનંદન સોસાયટીના બહેનો દક્ષાબેન, હંસાબેન, સંગીતાબેન, હંસાબા તેમજ અન્ય કાર્યકરો પ્રવિણભાઇ જીસાનભાઇ, ચંદ્રવદનભાઇ ડોડિયા, દિપકભાઇ ગૌસ્વામી, મહેશભાઇ એડ સીતાપરા, હાર્દિકભાઇ પરેશા, અશોકભાઇ પરેશા, અજયભાઇ પરેશા, વનિતાબેન વિગેરે કાર્યને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)