Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ખેતીની જમીન પર સોલાર ફાર્મની મંજુરી આપો, ખેડુતોને ફાયદો થશે

ખેતીની જમીનને બહુ હેતુક ગણવા વિજયભાઇને ચેતન રામાણીની રજુઆત

રાજકોટ,તા.૧૦ : જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખેડુત અગ્રણી ચેતન રામાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદન પત્ર પાઠવી ખેતીની જમીનને બહુ હેતુક સમજી સોલાર ફાર્મ બનાવવા મંજુરી આપવા માંગણી કરી છે

તેમણે પત્રમાં જણાવ્યું છે કે ખેતીની જમીન પર સોલાર ફાર્મ બનાવવાની મંજૂરી આપવામાં આવે તો ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તરમાં જ્યાં મધ્યમ અથવા હળવો વરસાદ પડે છે. તેવા વિસ્તારમાંખેડુતો માત્ર ચોમાસાની વરસાદનીસ સીઝનમાં ત્રણ થી ચાર માસ પાક લે છે. અને બાકીના ઉકાળા, શિયાળાના સમયે જમીન પડતર રહે છે. આ સમયમાં પણ સોલાર પાવરના ઉત્પાદનથી ખેડુતને વિજળીના વેચાણથી આવક મળી રહે.

સોલાર ફાર્મ આયોજન સમયે સોલાર પેનલનો નિયમ ગાળામાં ફીટીંગ કરવામાં આવે તો સોલારમાં વપરાશ થતી જમીન પૈકીની ૯૦% જમીન ઉપર બારેમાસ શાકભાજી તેમજ અન્ય જણસીની ખેતી કરી શકાય તેમજ સોલાર પેનલના કલીંનિંગ માટે વપરાતું પાણી પણ પિયતમાં વાપરી શકાય જે મુજબનું મોડેલ સોલાર ફાર્મ હાલ વાસદ તાલુકાના આમરોલ ગામે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન દ્વારા સ.ન.૨૦૧૪માં કૃષિ યુનિવર્સિટી આણંદ સાથે એમ.ઓે.યુ. કરી પ્રાયોગિક ધોરણે વિકસાવેલ છે. સોલાર પાવર ઉત્પન્ન કરવા જમીન પર ગ્રાઉન્ડ લેવલ ફાઉન્ડેશન ભરી ૨ થી ૨.૫ મીટરની ઊંચાઇ પર ટેમ્પરરી લોખંડનું સ્ટ્રકચર ઉભા કરવામાં આવે છે. ફીટીંગ કરવામાં આવતા સોલાર પેનલની આયુષ્ય આશરે ૨૫ થી ૩૦ વર્ષની હોય છે. ખેતીની જમીનને કાયમી માટે બહુહેતુકમાં રૂપાંતર કરવામાં આવે તો એના કારણે કાયમી ધોરણે ખેતીની જમીનના મુલ્યો વધે છે. અને ખેતી કરવા આજની પેઢી પ્રોત્સાહીત કરી નવી દિશાઓને વેગ મળી શકે તેમ ચેતન રામાણીએ રજુઆત કરી છે.

(2:37 pm IST)