Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

શીતળા સાતમ : રાજકોટના સામા કાંઠે આવેલ મંદિરે નિયમ પાલન સાથે દર્શનની વ્યવસ્થા

રાજકોટ : આજે શીતળા સાતમ છે. ટાઢુ જમવાની પરંપરા જાળવી બહેનો આજે શીતળા માતાનું પૂજન કરે છે. પરિવારના તમામ સભ્યોને આંખ-માથુ ન દુઃખે અને નિરોગી રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. આમ તો દર વર્ષે રાજકોટના સામા કાંઠે નદીકાંઠે આવેલ શીતળા માતાજીના મંદિરે મેળો ભરાતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો મોકુફ રખાયો છે. માત્ર દર્શનની વ્યવસ્થા સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક અને હાથ સેનીટાઇઝના નિયમોના પાલન સાથે રાખવામાં આવી છે. તસ્વીરમાં શીતળા માતાજીનું મંદિર અને દર્શન માટે ઉભેલ બહેનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:30 pm IST)