Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાજકોટ ડેરીમાં રાણપરિયા પેનલની ઉમેદવારીઃ ૧૧ નવા ચહેરા

માત્ર ગોવિંદભાઇ અને જયોત્સનાબેન ગઢિયા જ રીપીટઃ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ ર૮મીએ ચૂંટણી

રાજકોટ ડેરીની ચૂંટણીમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા પ્રેરિત પેનલના ઉમેદવારો ગોવિંદભાઇ રાણપરિયા, ગોરધનભાઇ ધામેલિયા વગેરેએ ઉમેદવારી પત્ર રજુ કરેલ તે પ્રસંગની તસ્વીર આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૦ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) ના સંચાલક મંડળની ૧૩ બેઠકો માટે તા. ર૮મીએ ચૂંટણી યોજાનાર છે. જેમાં આજે જયેશ રાદડિયાની પસંદગીની ગોવિંદભાઇ  રાણપરિયાની પેનલ ઉમેદવારી કરી છે. વર્તમાન ચૂંટાયેલા ૧૩ સભ્યો પૈકી માત્ર ચેરમેન ગોવિંદભાઇ અને જયોત્સનાબેન ગઢિયા સિવાઇના તમામને પડતા મૂકી ૧૧ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે જયેશ રાદડિયાએ પેનલ પસંદગીથી જ આગમના એંધાણ આપી દીધા છે. ડેરીની તમામ અથવા મોટાભાગની બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસો છે.

ડેરીમાં આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.તા.૧૩મીએ ફોર્મ ચકાસણી થશે. તે જ દિવસે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે. તા.૧૪મીથી તા.૧પમી સુધી ફોર્મ પાછા ખેંચવાનો સમય છે. તા.૧૮મીએ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. જરૂર પડે તો તા.ર૮મીએ સવારે ૯ થી ૪ ચૌધરી હાઇસ્કુલ ખાતે મતદાન અને બીજા દિવસે સવારે ૯ વાગ્યાથી તેજ સ્થળે મત ગણતરી થશે.

રાજકોટડેરીમાં રાદડિયા પેનલમાં માત્ર બે હાલના સભ્યો છે. બાકીના તમામ નવાને સ્થાન અપાયું છે જયેશે રાદડિયાએ તાલુકાવાર પ્રવાસ કરી ઉમેદવાર પસંદ કર્યા છે. ૧૩ પૈકી ૮ પુરૂષ ઉમેદવારો અને પ મહિલા ઉમેદવારો છે. રાદડીયા પ્રેરિત ઉમેદવાર સિવાય કેટલાક ઉમેદવારો પણ ફોર્મ ભરવા આગળ આવી રહ્યાનું જાણવા મળે છે.(૯.૧૭)

રાદડિયા પ્રેરિત પેનલના ઉમેદવારો

ક્રમ

ઉમેદવારનું નામ

તાલુકો

મંડળીનુ નામ (ગામ)

કડીવાર રસુલ અલીભાઇ

વાંકાનેર

પ્રતાપગઢ

બાદી અબ્દુલ રહીમ આહમદભાઇ

વાંકાનેર

સમઢિયાળા

કીરણબેન કુરજીભાઇ સાંગાણી

રાજકોટ

માધાપર મહિલા મંડળી

હરજીભાઇ રવજીભાઇ ભુવા

રાજકોટ

ખારચીયા (સર)

જોસનાબેન અશ્વીનભાઇ ગઢિયા

પડધરી

ખોડાપીપર મહિલા મંડળી

આંબાભાઇ વિભાભાઇ

વિંછીયા

કંધેવાળીયા દુધ

લીલીબેન મગનભાઇ મેટાળીયા

વિંછીયા

લાલાવદર મહિલા મંડળી

સુરેશભાઇ માધાભાઇ લુણાગરીયા

કોટડાસાંગાણી

કોટડાસાંગાણી

મનીષભાઇ મગનભાઇ ભાલાળા

ગોંડલ

વેજાગામ

૧૦

વર્ષાબેન શૈલેષભાઇ ખાતરા

ગોંડલ

દેરડી(કુભાજી) મહિલા મંડળી

૧૧

ગોરધનભાઇ પોપટભાઇ ધામેલિયા

જેતુપર

જલારામજી દુધ

૧ર

વનીતાબેન મહેશભાઇ રૈયાણી

ધોરજી

કનૈયા મહિલા મંડળી

૧૩

ગોવિંદભાઇ શામજીભાઇ રાણપરીયા

જામકંડોરણા

સાજડીયાળી

(3:46 pm IST)