Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દારૂ પી વાહન હંકારતા ચાર શખ્સો પકડાયા

રાજકોટ તા. ૯ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન નશો કરી વાહન ચલાવનાર ચાર શખ્સોને પકડી લીધા છે.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.કે. રાજપુરોહીત સહિતે વાહન ચેકીંગ દરમ્યાન મવડી, કણકોટ રોડ, પાટીદાર ચોક પાસેથી દારૂપી જીજે૩ એચ.આર.૩૦૦૧ નંબરની કાર લઇને નિકળેલા પ્રફુલ ઘેલાભાઇ વડાવીયા (ઉ.૩૯) (રહે. બાવાવાળા પરા શેરી નં.૧ જેતપુર) ને તથા કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ, બી.ડી.ભરવાડ સહિતે કુવાડવા જીઆઇડીસી સામેથી દારૂ પી જીજે૩ એચએફ.૭૮૮૬ નંબરનું બાઇક લઇને નિકળેલા કમલેશગીરી હિંમતગીરી ગૌસ્વામી (ઉ.૪૧) (રહે. કુવાડવા જીઆઇડીસી દ્વારકેશ કેમીકલ કારખાનુ મુળ વારણા તા.ધોળકાને તથા તાલુકા પોલીસે નાનામવા મેઇન રોડ ભીમનગર સર્કલ પાસેથી દારૂ પી જીજે૩ ઇઆર.પપ૯૮ નંબરની મારૂતી વાન લઇને નિકળેલ હસમુખ મગનભાઇ ચાવડા (ઉ.૩પ) (રહે. ઇન્દીરાનગર મફતીયાપરા) ને અને વાસુદેવ ભગવાનજી પરમાર (ઉ.૩૩) (રહે. ભીમનગર શેરી નં. ૬) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)