Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વોર્ડ નં. ૧પમાં વિધવા બહેનો માટે સહાય યોજના કેમ્પ યોજાયો

રાજકોટઃ શહેરમાં વોર્ડ નંબર-૧પમાં ગઇકાલે ૮૦ ફુટ રોડ ઉપર વોર્ડ ઓફિસ રાજકોટ ખાતે વિધવા (ગંગાસ્વરૂપ) યોજના કેમ્પ યોજાયો હતો તેમજ બહોળી સંખ્યામાં પેન્શનના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ તકે વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોંગ્રેસ આગેવાન વશરામભાઇ ચાંડપા, કોંગ્રેસ આગેવાન નરેશભાઇ પરમાર, રમેશભાઇ વઘેરા, પરેશભાઇ સોલંકી, તુલશીભાઇ મકવાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તાત્કાલિક કામગીરી થાય તે પ્રકારની કામગીરી કરાવેલ હતી અને લોકોની મદદ કરેલ હતી.

(3:34 pm IST)