Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગ્રાહક સંપર્ક ઝુંબેશ

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસને અનુલક્ષીને ઉજવવામાં આવેલ ગ્રાહક સુરક્ષા સપ્તાહ દરમિયાન શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો અપાયા હતા. જેના ભાગરૂપે ગાંધીગ્રામ, જયુબેલી ચોક સહીતના વિસ્તારોમાં ગ્રાહક સંપર્ક ઝુંબેશ ચલાવી ૧૦,૦૦૦ થી વધુ ગ્રાહકોનો સંપર્ક કરાયો હતો. ઉપલેટાના ડુમીયાણી આશ્રમ શાળા ખાતેથી સંપર્ક અભિયાન શરૂ કરાયુ હતુ. મંડળના પ્રમુખ યશવંતભાઇ જનાણીના માર્ગદર્શન હેઠળના આ કાર્યક્રમમાં મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયા, શહેર શાખા પ્રમુખ મહેશભાઇ મહેતા, મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, મંત્રી રસિકભાઇ સોલંકી, ખજાનચી પરેશભાઇ જનાણી, મંડળના અગ્રણીઓ રાજેન્દ્રસિંહ જાડેજા, જે. ડી. બાલધા, દીલીપભાઇ કલોલા વગેરે સાથે જોડાયા હતા. ડુમિયાણી કોલેજ ઉપલેટા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડો. એચ. એચ. જાટકીયા, ઘનશ્યામસિંહ ગોહીલ, કમલેશભાઇ ભરાડ તથા રાજકોટ ખાતેના કાર્યક્રમમાં જ્ઞાનદિપ વિદ્યાલયના સંચાલક કિશોરસિંહ ચાવડા, સરોજીની નાયડુના આચાર્ય સોનલબેન ફળદુ, અર્થશાસ્ત્ર ભવનના વડા ડો. એન. આર. શાહ, ડો. સંજયભાઇ પંડયા, ડો. સુરેશભાઇ પરડવા, ડો. અંબરભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ.

(3:28 pm IST)