Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

બે બૂટલેગરને પાસામાં ધકેલાયા

તિરૂપતી સોસાયટી અને મોકાજી સર્કલ પાસે રહેતાં શખ્સો ફારૂક અને ધર્મેશ ઉર્ફ લાલાના વોરન્ટની ભકિતનગર અને તાલુકા પોલીસે બજવણી કરીઃ પીસીબીની મદદ

રાજકોટ તા. ૯: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ બે બુટલેગરને પાસા તળ વડોદરા જેલમાં ધકેલી દીધા છે. ભકિતનગર પોલીસ મથક હેઠળના કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટી-૯માં રહેતાં ફારૂક મજીદભાઇ ખલીફા (ઉ.વ.૨૪) તથા તાલુકા પોલીસ મથક હેઠળના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે રહેતાં ધર્મેશ ઉર્ફ લાલો કમલેશભાઇ ભોજાણી (ઉ.વ.૨૨)ને પાસા તળે વડોદરા જેલહવાલે કરવામાં આવ્યા છે.

પોલીસ ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં ફારૂક ખલિફા અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો હોઇ અને તેના પર અનેક કેસ થયા હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત થઇ હતી. એ જ રીતે ધર્મેશ ઉર્ફ લાલો ભોજાણી વિરૂધ્ધ અગાઉ તાલુકા પોલીસ મથકમાં દારૂના ચાર ગુના નોંધાયા હોઇ તેને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત થઇ હતી.

પોલીસ કમિશનરે બંને દરખાસ્ત મંજુર કરી વોરન્ટ કાઢતાં બંનેને વડોદરા જેલમાં ધકેલાયા છે. ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, ભાવેશભાઇ મકવાણા, રવિભાઇ પટગીર, મહેશભાઇ જોગડા, હોમગાર્ડ રવિભાઇ પીપળીયા તથા તાલુકા પી.આઇ. જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. કલ્પેશભાઇ કુવાડીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ, ચંદ્રસિંહ, વિક્રમભાઇ, ઉમેશભાઇ, અરજણભાઇ, દિવ્યરાજસિંહ, મહેશભાઇ સહિતે બજવણી કરી હતી.

જ્યારે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં પીસીબી પીઆઇ એસ. અને. ગડુ, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી, એએસઆઇ બી. બી. જાડેજા, હેડકોન્સ. ભાવેશભાઇ પરમાર, પ્રવિણભાઇ વાસાણી સહિતે કામગીરી કરી હતી.

(1:29 pm IST)