Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વિનોદનગરમાંથી ૧૪ વર્ષની મુસ્લિમ બાળાને સોહિલ મલેક ભગાડી ગયો

અગાઉ જ્યાં ભાડેથી રહેતો તેના નીચેના માળે રહેતાં પરિવારની દિકરીને જ ફસાવીઃ ભકિતનગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૯: કોઠારીયા રોડ પર વિનોદનગર કવાર્ટરમાં રહેતાં મુસ્લિમ પરિવારની ૧૪ વર્ષની દિકરીને બાબરીયા કોલોનીમાં રહેતો સોહિલ મલેક નામનો શખ્સ લલચાવી ફોસલાવી બદદાનતથી ભગાડી જતાં ભકિતનગર પોલીસે સગીરના કેસમાં તાકીદે કાર્યવાહી કરી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે ૧૪ વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી સોહિલ મલેક સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરા બે ભાઇની એકની એક નાની બહેન છે. તેના પિતા રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણી તા. ૮ના રાત્રીના એક વાગ્યા પછી ગાયબ થઇ હતી. પિતા રાતે એકાદ વાગ્યે પાણી પીવા માટે જાગ્યા ત્યારે પથારીમાં દિકરી જોવા ન મળતાં ઠેર-ઠેર શોધખોળ કરી હતી. સગા સંબંધીઓને ત્યાં પણ તેણીનો પત્તો મળ્યો નહોતો. એ દરમિયાન વધુ તપાસ કરતાં તેને સોહિલ ભગાડી ગયાની માહિતી મળી હતી. આ શખ્સ અગાઉ સગીરાનો પરિવાર જ્યાં રહે છે ત્યાં ઉપરના માળે ભાડેથી રહેતો હતો. પી.આઇ. વી. કે.ગઢવી, પીએસઆઇ પી. બી.જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે તપાસ શરૂ કરી છે.

(1:28 pm IST)