Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કપુરીયા પરિવાર દ્વારા રવિવારે સ્નેહ મિલન

તારલાઓનું સન્માન તેમજ શૌર્યગીત, ગોવાળીયા રાસ, રમત ગમત સહીતની પ્રવૃત્તિ થશે

રાજકોટ તા. ૯ : કુળદેવી શ્રી ખોડીયાર માતાજી તથા સુરાપુરા શ્રી કુરજીબાપાની અસીમ કૃપાથી સમસ્ત કપુરીયા પરિવારનો ૭ મો સ્નેહ મિલન સમારોહ આગામી તા. ૧૨ ના રવિવારે સીટીલાઇટ પાર્ટી પ્લોટ, મવડી કણકોટ રોડ, ગવર્નમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ પહેલા, રાજકોટ ખાતે યોજેલ છે.

સાંજે ૪ વાગ્યે દીપપ્રાગટ બાદ સ્વાગત પ્રવચન, અભિનય સાથે શૌર્યગીત, સરસ્વતી સન્માન, ગોવાળીયા રાસ, રમત ગમત, રાષ્ટ્રગાનનો અનુક્રમ રહેશે. બાદમાં સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન સમારોહ અને રાત્રે ૯ વાગ્યે દાંડીયા રાસ રાખેલ છે.

સમારોહમાં ઉપસ્થિત રહેવા ભાઇઓ માટે વ્હાઇટ શર્ટ અને બહેનો માટે બાંધણી સાડીનો ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. સર્વે કપૂરીયા જ્ઞાતિબંધુઓએ સહપરિવાર સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા અનુરોધ કરાયો છે.

કપુરીયા પરિવારના તારલાઓ વિશાલ રમેશભાઇ કપુરીયા (કલાસ વન ઓફીસર, મોટી ભગેડી), ડો. મયુર અરજણભાઇ કપુરીયા (ડી.એન.બી. નેફ્રોલોજી, જસાપુર ગીર),  પ્રિયંકા રજનીભાઇ (કલાર્ક, સરપદડ), મીરાલી હસમુખભાઇ કપુરીયા (પોલીસ કોન્સટેબલ નાના સગારીયા, મણીલાલ જીણાભાઇ (લેખક, સરપદડ) નું સન્માન કરાશે.

સમારોહના અતિથિ વિશેષ તરીકે કૃષિ મંત્રી આર. સી. ફળદુ, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ગૌ રક્ષક ડો. વલ્લભભાઇ કથીરીયા, સરદારધામ ઉપપ્રમુખ પરેશભાઇ ગજેરા, મ્યુ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પટેલ બ્રાસના ડાયરેકટર શિવરાજભાઇ પટેલ, બીન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા તેમજ મુખ્ય મહેમાન તરીકે તુષારભાઇ લુણાગરીયા, જીતુભાઇ વસોયા, રમેશભાઇ ટીલાળા, ચીમનભાઇ હાપાણી, ચિરાગભાઇ શિયાણી, કમલનયન સોજીત્રા, શિવલાલભાઇ બારીયા, ચંદુભાઇ વિરાણી, છગનભાઇ બુસા, સંજયભાઇ પાદરીયા, હર્ષદભાઇ માલાણી, વી. પી. વૈષ્ણવ ઉપસ્થિત રહેશે. (૧૬.૪)

આ સમારોહના દાતાઓમાં સર્વશ્રી જગદીશભાઇ કપુરીયા-પાર્ટી પ્લોટના દાતા, રસીકભાઇ કપુરીયા-સીલ્ડના દાતા, દિનેશભાઇ કપુરીયા-સીલ્ડના દાતા, અમીતભાઇ કપુરીયા-ગીફટના દાતા, મનીષભાઇ કપુરીયા-કંકોત્રી દાતા, ગોવિંદભાઇ કપુરીયા (ઝુપ્પી નુડલસ)-ગીફટના દાતાનો સમાવેશ થાય છે.

જયારે સમારોહની સફળતા માટે કમીટી મેમ્બર જગદીશભાઇ - નાના સગારીયા, નટુભાઇ-નાગપુર, રસીકભાઇ-જસાપુર (ગીર), છગનભાઇ-સરપદડ, મનીષભાઇ-ગોલણીયા, રાજેશભાઇ-બાવા ખાખરીયા, વિપુલભાઇ-દાદર, રાજેશભાઇ-કાલાવડ, મુકેશભાઇ- પીઠડીયા, પ્રકાશભાઇ-ગોલણીયા, દિનેશભાઇ-બાલાભંડી, ગોવિંદભાઇ-ભુણાવા, જીજ્ઞેશભાઇ-નાગપુર, મુકેશભાઇ-જસાપુર (ગીર), અશ્વિનભાઇ-કૃષ્ણપુર, જીજ્ઞેશભાઇ-બેરાજા, અનિલભાઇ-બાવા ખાખરીયા, વિપુલભાઇ-મોટી ભગેડી જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:44 am IST)