Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અગાસીએ દારૂ પીવા બેઠેલા શખ્સોને ટપારતાં જીજ્ઞેશભાઇ ખત્રી પર ધોકાવાળી

દૂધની ડેરી પાસે આવેલા ગુ.હા. બોર્ડના કવાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૪: દૂધ સાગર રોડ પર ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં જીજ્ઞેશભાઇ ધનવંતરાય ધાંધા (ઉ.૪૫) નામના ખત્રી આધેડને કવાર્ટરની અગાસીએ ટાંકામાં પાણીની નળી મુકવા ગયા ત્યારે અગાસી પર બાજુના કવાર્ટરમાં રહેતાં કિશન કોળી તથા સાથેના ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. જીજ્ઞેશભાઇ બંગડીનું કામ કરે છે. તેના સગા દેવેન્દ્રભાઇ ખત્રીના કહેવા મુજબ જીજ્ઞેશભાઇ કવાર્ટરની અગાસીએ ગયા ત્યારે કિશન સહિતના શખ્સો ત્યાં બેઠા દારૂ પીતા હોઇ જીજ્ઞેશભાઇએ આ રીતે અગાસીએ પીવા ન બેસાય તેમ કહી સમજાવતાં બધાએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

મનહરપુરમાં સ્ટવ ફાટતાં યુવાન દાઝી ગયો

માધાપર ચોકડી પાસે મનહરપુર-૧મા સુંદરમ્ સીટી પાસે આર. જે. કોંક્રીટ પ્લાન્ટમાં મજૂરી કરતો રામસીંગ રામપાલ રોય (ઉ.૧૮) સાંજે રસોઇ બનાવતો હતો ત્યારે સ્ટવ ફાટતાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

(3:59 pm IST)