Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

રાજકોટ જિલ્લા બેંક દ્વારા આ વર્ષે ૩૫૭૭ કરોડ ધિરાણઃ ઘૂનડા (ટંકારા) શાખાનું લોકાર્પણ

રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકની ધૂનડા શાખાનું ઉદ્ઘાટન વાઘજીભાઈ બોડાના હસ્તે કરાયેલ. આ પ્રસંગે જયેશ રાદડિયા, મગનભાઈ વડાવિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ, તા. ૪ :. ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાના જણાવ્યા મુજબ સાંસદ શ્રી પોરબંદર તથા વાઈસ ચેરમેનશ્રી ઈફકો, ડાયરેકટર શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેન્કના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહીવટના કારણે આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત ક્ષેત્રે અવિરત પ્રગતિ કરેલ છે તેમજ બેંક મારફત ખેડૂતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દાખલ કરેલ છે.

આ બેંક ગામડાના છેવાડાના માનવી સુધી બેકીંગ સેવા મળી રહે તેવા સંકલ્પથી વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ ખોલી રહેલ છે અને હાલ બેંકની ૧૯૪ શાખાઓ પૈકી ૧૨૬ શાખાઓ નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડૂતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેન્કીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઈ મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાના ઘુનડા (ખા) ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજુરી મળતા ઘુનડા (ખા) મુકામે બેંકની નવી શાખાના લોકાર્પણ અંગેનો કાર્યક્રમ બેંકના ચેરમેન અને કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષ સ્થાને નીચેની વિગતે યોજવામાં આવેલ.

બેંકની નવી ઘુનડા (ખા) શાખાનું લોકાર્પણ બેંકના ડિરેકટરશ્રી, વાઈસ ચેરમેનશ્રી ક્રિભકો, ચેરમેન નાફેડ શ્રી વાઘજીભાઈ બોડાના હસ્તે અને શ્રી ઘુનડા (ખા) મંડળીના નવનિર્મિત ઓફિસ ભવનનું લોકાર્પણ બેંકના વાઈસ ચેરમેન તેમજ માર્કેટયાર્ડ મોરબીના ચેરમેન શ્રી મગનભાઈ વડાવીયાના હસ્તે કરવામાં આવેલ. બેંક સાથે સંયોજીત ખેતી વિષયક મંડ ળીઓની શ્રેષ્ઠ કામગીરી બદલ બેંકની પ્રોત્સાહન ઈનામી યોજના અન્વયે ૧૧-મંડળીઓને મોટર સાયકલનું વિતરણ જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવેલ.

બેંક સાથે જોડાયેલ ખેડૂત સભાસદોના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં બેંક તરફથી રૂ. ૧૦.૦૦ લાખનો વીમો લેવામાં આવે છે જે કલ્યાણકારી યોજનામાં અકસ્માતે ગુજરનાર ખેડૂત સભાસદોના વારસદારોને રૂ. ૧૦.૦૦ લાખના ચેકોનું વિતરણ શ્રી રાદડિયાના હસ્તે કરવામાં આવેલ.

આ કાર્યક્રમની સાથે સાથે ખેડૂતોને આધુનિક ખેતી માટે ખેડ-ખાતર અને પાણી બાબતે નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પાક શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ.

આ પ્રસંગે બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે આ બેંકની ૧૯૪ શાખાઓ મારફત રૂ. ૪૪૧૪ કરોડની થાપણો એકત્ર કરી રૂ. ૩૫૭૭ કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડૂતોને રૂ. ૨૧૪૦ કરોડ જેવુ કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે, મંડળી મારફત ખેડૂતોને લોન આપી સબસીડીવાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેન્ક તરફથી આપવામાં આવે છે.(૨.૧૦)

(3:42 pm IST)