Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાજપ મહિલા મોરચો દિલ્હી ભણી

 દિલ્હી ખાતે સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, અક્ષરધામ મંદિર અને દિલ્હી દર્શનનો લ્હાવો લેવા શહેર ભાજપ મહિલા મોરચો મેયર બંગલા ખાતેથી પ્રસ્થાન પામેલ. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાની આગેવાની હેઠળ આ ટીમ રવાના થયેલ. તે સમયે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, લાખાભાઇ સાગઠીયા, ભીખાભાઇ વસોયા સહીતના આગેવાનોએ ઉપસ્થિત રહી વિદાય શુભેચ્છા આપી હતી. તે સમયની તસ્વીર નજરે પડે છે. (૧૬.૩)

(3:29 pm IST)